Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાનના ધામમાં 'ગૂગલ મેપ'થી ચોરી:મંદિરોના ફોટા પરથી દાગીનાનો અંદાજ લગાવી બનાવતા ચોરીનો પ્લાન, ગુજરાતના 15 મંદિરોમાં હાથફેરો કરનારા તસ્કરો મહેસાણા હાઈ-વેથી ઝડપાયા

    2 days ago

    મંદિરની પવિત્રતા, મૂર્તિઓ બનાવવાની કળા અને આધુનિક ટેકનોલોજી આ ત્રણેયનો ઉપયોગ જો કોઈ ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો કરે તો કેવી પરિસ્થિતિ સર્જાય? મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ એક એવી તસ્કર ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે ગૂગલ મેપ (Google Maps) નો ઉપયોગ કરીને મંદિરો શોધી ચોરીને અંજામ આપતી હતી. રાજસ્થાનના પિંડવાડાના દુર્ગમ પહાડોમાં ફિલ્મી ઢબે વીમા એજન્ટ બનીને મહેસાણા LCBની ટીમે 'ગરાસિયા ગેંગ'ના ત્રણ મુખ્ય સૂત્રધારોને દબોચી લીધા છે. ગૂગલ મેપ પર મંદિરના આભૂષણો જોઈ મનમાં જાગતી ચોરીની વૃત્તિ રાજસ્થાનના પિંડવાડા વિસ્તારના પહાડી વિસ્તારોમાં કાચા છાપરામાં રહેતા ગરાસિયા સમુદાયના લોકો મૂર્તિઓ બનાવવાના કુશળ કારીગરો હતા. છેલ્લા ચાર વર્ષથી આ કારીગરો ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં મૂર્તિઓ બનાવવાનું કામ કરતા હતા. જોકે, કામગીરી દરમિયાન તેમની દાનત બગડી હતી. તેઓ ગૂગલ મેપ પર નાના-મોટા મંદિરો સર્ચ કરતા, તેમાં અપલોડ થયેલા ફોટોગ્રાફ્સ જુદા-જુદા એંગલથી ચકાસતા અને મૂર્તિઓ પર કેટલા સોના-ચાંદીના દાગીના છે, તેનો અંદાજો લગાવતા. ત્યારબાદ મૂર્તિ બનાવવાની કે સમારકામની વાટાઘાટો કરવાના બહાને મંદિરની મુલાકાત લેતા અને રેકી કરીને ચોરીને અંજામ આપતા હતા. વર્ષ 2022થી 2025 દરમિયાન આ ગેંગે મહેસાણાના ઊંઝા, મોઢેરા, વિસનગર, ખેરાલુ, કડી, બેચરાજી અને ઉનાવા સહિતના વિસ્તારોમાં 15 જેટલા મંદિરોમાં સફાચટ કર્યો હતો. પિંડવાડાના પહાડોમાં LCBનું ગુપ્ત ઓપરેશન જ્યારે મહેસાણા LCBને બાતમી મળી કે, આ તસ્કરો પિંડવાડાના પહાડી અને ભયાનક વિસ્તારમાં છુપાયેલા છે ત્યારે PI એ.એમ. કામળિયાની આગેવાનીમાં એક ટીમ ત્યાં પહોંચી હતી. પરંતુ અજાણ્યા અને જોખમી પહાડી વિસ્તારમાં સીધા ઘરોમાં દરોડો પાડવો મુશ્કેલ હતો. વળી, ત્યાંના તમામ લોકો પેન્ટ-શર્ટ અને ખભે ખેસ ધારણ કરતા હોવાથી આરોપીઓને ઓળખવા મુશ્કેલ હતા. આ સંજોગોમાં પોલીસે ઓળખ છુપાવવા અનોખી તરકીબ અપનાવી. LCBના જવાન ક્યારેક વીમા એજન્ટ બનીને તો ક્યારેક સરકારી યોજનાઓની સહાય આપવાના બહાને ઘરે-ઘરે ફરીને સભ્યોના નામો લખવા લાગ્યા. સતત અઠવાડિયા સુધી ચાલેલી આ ગુપ્ત કામગીરી બાદ આરોપીઓના નામ મેચ થતાં પોલીસને ચોક્કસ હિંટ મળી ગઈ હતી. મહેસાણા-ઊંઝા હાઈ-વે પરથી ફિલ્મી ઢબે ત્રણેય તસ્કરો ઝબ્બે તસ્કરો ચોરીનો મુદ્દામાલ પોતાના ઘરમાં જ છુપાવી રાખતા હતા. ગેંગનો એક સાગરીત ખભાતમાં મૂર્તિ બનાવવાનું કામ કરતો હોવાથી, તેઓ ચોરીનું એક પતરું 'સેમ્પલ' તરીકે બતાવી માલ વેચવા માટે પિંડવાડાથી ખભાત તરફ નીકળ્યા હતા. LCBને આ અંગેની સચોટ બાતમી મળતાં જ મહેસાણા-ઊંઝા હાઈવે પર વોચ ગોઠવી દેવામાં આવી હતી. પોલીસે ઘેરાબંધી કરીને પલારામ ગરાસિયા, લીંબારામ ગરાસિયા અને લાલારામ ગરાસિયાને દબોચી લીધા હતા. 1.50 લાખનો મુદ્દામાલ રિકવર; અન્ય સાગરીતો વોન્ટેડ ઝડપાયેલા તસ્કરોની કડક પૂછપરછમાં તેમણે બાકીનો ચોરીનો માલ પિંડવાડા ખાતે પોતાના ઘરમાં હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ મહેસાણા LCBની ટીમે પૂરતા બંદોબસ્ત સાથે રાજસ્થાન જઈને રૂ. 1.50 લાખનો તમામ ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. આ કેસમાં પોલીસે ગેંગના અન્ય ત્રણ સાગરીતો પીપારામ ગરાસિયા, લાડુરામ ગરાસિયા અને સીનારામ ગરાસિયાને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ ગેંગે મહેસાણા ઉપરાંત ભરૂચ, સુરત, વલસાડ, પાટણ, અમદાવાદ અને ખેડા જિલ્લાના મંદિરોમાં પણ ચોરી આચરી હોવાનું બહાર આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રણજીમાં બે બેવડી સદી ફટકારનાર વડોદરાના ક્રિકેટરને દુલીપ ટ્રોફિમાં સ્થાન:અમિત ભાટેવારે કહ્યું- પિતાએ બસ કંડક્ટરી કરી અહીં સુધી પહોંચાડ્યો, કૃણાલ પંડ્યાએ મને બેટ મોકલ્યું
    Next Article
    'ફ્રેન્ડ્સ સાથે ગાળો બોલીએ છીએ', VIDEO:'છોકરાઓ બોલે તો મુદ્દો નથી બનાવતા તો છોકરીઓમાં કેમ બનાવે છે', ગાળો બોલવાને લઈ Gen-Zએ શું કહ્યું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment