Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહારાષ્ટ્રીયન પરિવારો માટે આ ટ્રેન અત્યંત ઉપયોગી‎:સુરત-અમરાવતી ટ્રેન દૈનિક કરી સપ્તાહમાં ત્રણ દિવસ વલસાડ સુધી લંબાવવામાં આવે : મુસાફરો

    2 days ago

    સુરત-ઉધનાથી અમરાવતી વચ્ચે શરૂ કરાયેલી ત્રિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને મુસાફરો તરફથી ભારે પ્રતિસાદ સાંપડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો માટે આ ટ્રેન અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. જોકે, આ ટ્રેન અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ જ દોડતી હોવાથી મુસાફરોને પૂરતી સગવડ મળતી નથી. નવસારીના સામાજિક કાર્યકર ઇબ્રાહિમ સૈયદે રેલવે તંત્ર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું છે કે આ ટ્રેનને દૈનિક કરવામાં આવે અને અઠવાડિયામાં ત્રણ દિવસ તેને વલસાડથી દોડાવવામાં આવે. હાલ વલસાડ, વાપી, દમણ અને નવસારી પંથકમાંથી ભુસાવળથી આગળ વિદર્ભ તરફ જવા સીધી કનેક્ટિવિટી ન હોવાથી લોકોને સુરત કે ઉધના સુધી લાંબા થવું પડે છે. ખાનદેશ તરફ જતી ટ્રેનોમાં સતત ભારે ભીડ રહેતી હોવાથી આગળની યાત્રા મુશ્કેલ બની જાય છે. જો આ સેવા વલસાડ સુધી લંબાવાય અને રોજેરોજ દોડાવાય, તો યાત્રીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થશે, જેનાથી મુસાફરોને ધરખમ રાહત મળશે અને પશ્ચિમ રેલવેની આવકમાં પણ નોંધપાત્ર ઉમેરો થશે. રેલવે પ્રશાસન જનહિતમાં આ બાબતે ત્વરિત નિર્ણય લે તેવી વ્યાપક માંગ ઉઠી છે. રેલવે ટ્રેન દ્વારા કોને-કોને સીધો લાભ થશે?
    Click here to Read More
    Previous Article
    જલિયાવાલા બાગ કરતાં મોટું બલિદાન ઈતિહાસમાં ભૂલાયું‎:માનગઢ ધામને ‘રાષ્ટ્રીય સ્મારક’ જાહેર કરો, અ.ભારતીય વનવાસી ક. આશ્રમની કાર્યકારી મંડળની બેઠકમાં નિર્ણય
    Next Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:મનરેગામાં 15 દિવસના કામના પણ નાણાં ચૂકવવાની વ્યવસ્થા હોવા છતાં સરકારની પીછેહટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment