Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જલિયાવાલા બાગ કરતાં મોટું બલિદાન ઈતિહાસમાં ભૂલાયું‎:માનગઢ ધામને ‘રાષ્ટ્રીય સ્મારક’ જાહેર કરો, અ.ભારતીય વનવાસી ક. આશ્રમની કાર્યકારી મંડળની બેઠકમાં નિર્ણય

    2 days ago

    ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સર્વોચ્ચ બલિદાન આપનાર જનજાતિ સમાજના ગૌરવશાળી ઈતિહાસને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળે તે માટે માનગઢ ધામને ‘રાષ્ટ્રીય સ્મારક’ ઘોષિત કરવાની માંગ સાથે જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા આજે નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. 17 નવેમ્બર, 1913ના રોજ સંત ગોવિંદ ગુરુના નેતૃત્વમાં ચાલતા ભક્તિ આંદોલનને કચડી નાખવા માટે બ્રિટિશ હકૂમત દ્વારા માનગઢ ધામમાં અમાનુષી નરસંહાર આચરવામાં આવ્યો હતો, જેમાં 1500થી વધુ જનજાતિ વીરો, મહિલાઓ અને બાળકોએ માતૃભૂમિ માટે પ્રાણોની આહુતિ આપી હતી. આ ઐતિહાસિક બલિદાન સ્થળ દેશના સ્વતંત્રતા સંગ્રામનું અમૂલ્ય પ્રતીક છે. અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમની કેન્દ્રીય કાર્યકારી મંડળની બેઠકમાં પસાર કરાયેલા પ્રસ્તાવને પૂર્ણ સમર્થન આપતા માંગ કરાઈ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવામાં આવે તેમજ તેના ઐતિહાસિક કાર્યો હાથ ધરાય. જલિયાવાલા બાગ કરતાં મોટું બલિદાન ઈતિહાસમાં ભૂલાયું "માનગઢ ધામ ખાતે 1500થી વધુ જનજાતિ બંધુ-ભગિનીઓએ આપેલું બલિદાન જલિયાવાલા બાગ કરતાં પણ મોટું છે, છતાં તેને ઈતિહાસમાં યોગ્ય રાષ્ટ્રીય સ્વીકૃતિ મળી નથી. આ પવિત્ર સ્થળના ઐતિહાસિક સંરક્ષણ અને શહીદોને યથોચિત ગૌરવ અપાવવા વર્ષોથી માત્ર વાતો થઈ રહી છે. નવી પેઢી દેશ માટે આપેલા આ ભવ્ય બલિદાનથી પરિચિત થાય અને સ્થળનો યોગ્ય વિકાસ થાય તે માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે તે હેતુથી આ રજૂઆત કરવી પડી છે.’> અરવિંદ વર્મા, અગ્રણી, અખિલ ભારતીય વનવાસી કલ્યાણ સમિતિ
    Click here to Read More
    Previous Article
    સબ રજિસ્ટ્રાર કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે તંત્રને ખાતરી મળી ગઈ‎:તહેવારોમાં દસ્તાવેજ નોંધણી ખોરવાય નહીં તે માટે નવસારીમાં હડતાળ સમેટાઈ
    Next Article
    મહારાષ્ટ્રીયન પરિવારો માટે આ ટ્રેન અત્યંત ઉપયોગી‎:સુરત-અમરાવતી ટ્રેન દૈનિક કરી સપ્તાહમાં ત્રણ દિવસ વલસાડ સુધી લંબાવવામાં આવે : મુસાફરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment