Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સબ રજિસ્ટ્રાર કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે તંત્રને ખાતરી મળી ગઈ‎:તહેવારોમાં દસ્તાવેજ નોંધણી ખોરવાય નહીં તે માટે નવસારીમાં હડતાળ સમેટાઈ

    2 days ago

    રાજ્યભરની સબ રજીસ્ટ્રાર કચેરીઓના કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે "ધી ગુજરાત રાજ્ય રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ કર્મચારી મંડળ" દ્વારા જાહેર કરાયેલા આંદોલનાત્મક કાર્યક્રમો હાલ પૂરતા મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી છે. નવસારીના કર્મચારીઓએ જણાવ્યું કે તાજેતરમાં તા. 13 અને 14 ઓક્ટોબર દરમિયાન આઈજીઆર (IGR) રાજેશ માંજુ (IAS) અને મંડળના હોદ્દેદારો વચ્ચે મેરેથોન બેઠક યોજાઈ હતી. આ સકારાત્મક ચર્ચા બાદ તા. 18 ઓક્ટોબરના રોજ વડી કચેરી દ્વારા કર્મચારી મંડળને મોટાભાગના પડતર પ્રશ્નો બાબતે લેખિત બાંહેધરી પાઠવવામાં આવી હતી. જેમાં વહીવટી તંત્ર દ્વારા હકારાત્મક વલણ દાખવી નિયત સમયમર્યાદામાં પ્રશ્નો ઉકેલવાની ખાતરી અપાઈ છે. આ ઉપરાંત મંડળ દ્વારા સૂચવાયેલા સુધારાઓ પણ હકારાત્મક રીતે વિચારણામાં લેવાની બાંહેધરી મળી છે. દિવાળીના તહેવારોને કારણે દસ્તાવેજ નોંધણીની કામગીરીમાં ભારે ધસારો છે અને ઘણી કચેરીઓમાં લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે. કર્મચારીઓની હડતાળ કે માસ સીએલથી સામાન્ય નાગરિકો અને બિલ્ડરોને હાલાકી ન ભોગવવી પડે તેવા લોકહિતના અભિગમ સાથે આંદોલન મોકૂફ રખાયું છે.જોકે, તંત્ર દ્વારા અપાયેલી સમયમર્યાદામાં નિરાકરણ ન આવે તો ભવિષ્યમાં આંદોલન કરવાનો વિકલ્પ મંડળે ખુલ્લો રાખ્યો છે.
    Click here to Read More
    Previous Article
    લોકો પરેશાન:ખામીને લીધે ટેસ્ટ ટ્રેક બંધ થાય તો ફરી એપોઈન્ટમેન્ટ માટે રૂ.150 ખર્ચવા પડે છે
    Next Article
    જલિયાવાલા બાગ કરતાં મોટું બલિદાન ઈતિહાસમાં ભૂલાયું‎:માનગઢ ધામને ‘રાષ્ટ્રીય સ્મારક’ જાહેર કરો, અ.ભારતીય વનવાસી ક. આશ્રમની કાર્યકારી મંડળની બેઠકમાં નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment