Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:કાર્નિવલ પહેલાં કાંકરિયામાં ‘કેન્ડી વર્લ્ડ’ શરૂ થશે, ચોકલેટનો મહેલ, મેઘધનુષી લપસણી બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે

    10 hours ago

    કાંકરિયા લેકફ્રન્ટના ગેટ નંબર-૨ પાસેની ખુલ્લી જગ્યામાં પીપીપીધોરણે રંગબેરંગી ‘કેન્ડી વર્લ્ડ’ તૈયાર કરાશે. કાર્નિવલ પર પહેલાં આ ‘કેન્ડી વર્લ્ડ’ લોકો માટે ખુલ્લું મુકાશે. આ સમગ્ર પાર્કમાં ચોકલેટ, લોલીપોપ અને આઈસ્ક્રીમના કાલ્પનિક આકારોવાળા બાંધકામ, મનોરંજક રાઈડ્સ તેમજ સાહસિક રમતો ઊભી કરાશે. પાર્કનું મુખ્ય કેન્દ્રબિંદુ ભવ્ય ‘ચોકલેટ મહેલ’ હશે, જેમાં પ્રવેશતાં જ બાળકોને વાર્તાઓની દુનિયા જેવો માહોલ મળશે. ઉપરાંત 28 મીટર લાંબી 12 પટ્ટાવાળી રેઈનબો લપસણી, ભૂતિયા કેન્ડી હાઉસ, હવામાં ચાલવાનો અહેસાસ કરાવતી કેન્ડી ક્રૂઝ, નાનું ચકડોળ, સાબુના પરપોટા સાથે રમવાનો બબલ ઝોન, આઈસ્ક્રીમ લેન્ડ બનાવાશે. આ સાથે રમતપ્રેમી યુવાનો માટે રાત્રે ઝગમગતી નિયોન લાઇટોવાળા બે આધુનિક પિકલબોલ કોર્ટ આકાર પામશે. આ સાથે કેન્ડી થીમ આધારિત સુંદર પ્રવેશદ્વાર, સેલ્ફી પોઇન્ટ્સ, ફુવારા તેમજ જાહેર શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. હવામાં વજન વગર ફરતી ખાસ ગોળાકાર રાઈડ પણ હશે અહીં આવનારા લોકોને અલગ અનુભવ થશે પહેલીવાર લોકો ચોકલેટ અને પિપરમેન્ટની દુનિયામાં ફરશે. લોકો સરળતાથી ફોટોગ્રાફી કરશે. કાંકરિયામાં ફરવા આવનારા લોકોને એક અલગ અનુભ‌વર થશે. આ વર્ષે થનારા કાંકરિયા કાર્નિવલમાં લોકો તેમાં જઇને ફોટોગ્રાફી કરી શકશે અને માણી પણ શકશે. - કમલેશ પટેલ, ચેરમેન, સ્ટન્ડિંગ કમિટી
    Click here to Read More
    Previous Article
    સા.કાં.માં ડ્રોપ આઉટ 525 બાળકો ફરી શિક્ષણમાં જોડાશે:ધો. 10-12ની પરીક્ષા માટે ફોર્મ ભરાવાયા
    Next Article
    લોકો પરેશાન:ખામીને લીધે ટેસ્ટ ટ્રેક બંધ થાય તો ફરી એપોઈન્ટમેન્ટ માટે રૂ.150 ખર્ચવા પડે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment