Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સા.કાં.માં ડ્રોપ આઉટ 525 બાળકો ફરી શિક્ષણમાં જોડાશે:ધો. 10-12ની પરીક્ષા માટે ફોર્મ ભરાવાયા

    9 hours ago

    શિક્ષણથી વંચિત રહેલા અને શાળા છોડી ચૂકેલા (ડ્રોપ આઉટ) બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી તેમજ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાની વિશેષ ઝુંબેશ સાર્થક સાબિત થઈ રહી છે. સાબરકાંઠા જિલ્લામાં વિવિધ કારણોસર અભ્યાસ અધૂરો છોડી ચૂકેલા 525 જેટલા બાળકો ફરીથી પોતાના અભ્યાસને જીવંત કરવા અને ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે શિક્ષણની મુખ્યધારામાં જોડાઈ રહ્યા છે. આગામી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓમાં આ વિદ્યાર્થીઓ નિયમિત રૂપે બેસી શકે તે માટે તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત જિલ્લામાં કુલ 525 વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા માટેના ફોર્મ ભરી દીધા છે. ધોરણ 10માં શાળા છોડી ચૂકેલા કુલ 461 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભરીને ફરીથી અભ્યાસ ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો છે. માધ્યમિક શિક્ષણ પૂરું કરવા માટે આ ખૂબ જ પ્રોત્સાહક આંકડો છે. તો ધોરણ 12 ઉચ્ચતર માધ્યમિક સ્તરે વિવિધ પ્રવાહોમાં કુલ 64 વિદ્યાર્થીઓએ ફોર્મ ભરીને બોર્ડની પરીક્ષા આપવાની તૈયારી દર્શાવી છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક શિક્ષકોની મહેનતના કારણે આ ડ્રોપ આઉટ બાળકોને શોધીને તેમને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું તેમજ બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયામાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. લાંબા સમય પછી પુસ્તકો તરફ પાછા ફરેલા આ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શિક્ષણશાસ્ત્રીઓ અને વાલીઓનું માનવું છે કે આ પ્રકારના પ્રયાસોથી ડ્રોપ આઉટ રેશિયો ઘટશે અને રાજ્યમાં સાક્ષરતાનો દર વધુ મજબૂત બનશે. આ બાળકો હવે ફરીથી પરીક્ષા પાસ કરીને પોતાના સપના સાકાર કરવા માટે સજ્જ બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાનખર: ખરી રહેલા પર્ણનો સંદેશ આપતી ઋતુ:સૌંદર્ય હંમેશા કાયમી હોવું જરૂરી નથી, ક્યારેક ક્ષણિકતા જ તેને વધુ અદભૂત બનાવે છે
    Next Article
    સિટી એન્કર:કાર્નિવલ પહેલાં કાંકરિયામાં ‘કેન્ડી વર્લ્ડ’ શરૂ થશે, ચોકલેટનો મહેલ, મેઘધનુષી લપસણી બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment