Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ પરથી જળસંકટ ટળશે, નર્મદાની પાઇપલાઇનનું સમારકામ પૂર્ણ:એકાદ-બે દિવસમાં આજી અને ન્યારીડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર ઠાલવવા સિંચાઈ વિભાગે સંકેત આપ્યા

    11 hours ago

    રાજકોટમાં ચાલુ વર્ષે નબળા ચોમાસાને લઈ જળસંકટ તોળાઈ રહ્યું છે. ખાસ તો, છેલ્લા કેટલાક દિવસોથી સૌની યોજનાના નિર પણ જળાશયોમાં છોડવાનું બંધ કરાયું હતું. જોકે હવે રાજકોટ પરથી જળસંકટ ટળશે અને નર્મદાની પાઇપલાઇનનું સમારકામ પૂર્ણ થતાં એકાદ-બે દિવસમાં આજી અને ન્યારીડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર ઠાલવવા સિંચાઈ વિભાગે સંકેત આપ્યા છે. રાજકોટવાસીઓ માટે આ રાહતરૂપ સમાચાર છે કારણ કે હવે ફરી એકાદ-બે દિવસમાં જ શહેરને પાણી પુરૂ પાડતા આજી-1 અને ન્યારી-1 ડેમમાં સૌની યોજના થકી નર્મદાનીર છોડવાનું શરૂ કરી દેવાશે. જાન્યુઆરી સુધી રાજકોટને પુરૂ થાય તેટલુ પાણી આપી દેવાશે આ અંગે રાજકોટ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર અંકિત પિનારાએ દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, નર્મદાની પાઇપલાઇનનું સમારકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અને હાલમાં રાજકોટનાં આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર ઠાલવવા માટે તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. ત્યારે આગામી એકાદ બે દિવસમાં જ મનપા તંત્રની માંગ અનુસાર પાણી છોડવાની શરૂઆત કરી દેવાશે. જેમાં પ્રથમ તબક્કામાં લગભગ જાન્યુઆરી સુધી રાજકોટને પુરૂ થાય તેટલુ પાણી પ્રથમ આપી દેવાશે. મનપા દ્વારા કાર્યક્રમો પાછળ બે વર્ષમાં 19.41 કરોડનો ધુમાડો રાજકોટ મહાનગરપાલિકામાં જંગલેશ્વર ડિમોલિશન વખતના 27 લાખના ફૂડ ખર્ચ નામંજૂર કરીને તપાસ સમિતિ રચવામાં આવી છે, ત્યારે મહાપાલિકાના શાસકો અને અધિકારીઓએ છેલ્લા બે વર્ષમાં વિવિધ કાર્યક્રમો પાછળ રૂ. 19,41,45,317નો અધધધ ખર્ચ કર્યાનું સત્તાવાર રીતે જાહેર થયું છે. મહાપાલિકાના સાંસ્કૃતિક વિકાસ વિભાગ દ્વારા તા. 1 ઓક્ટોબર, 2024થી તા. 12 ઓક્ટોબર, 2026 દરમિયાન અલગ-અલગ 89 કાર્યક્રમો પાછળ આ રકમ ખર્ચવામાં આવી છે. આ કુલ ખર્ચમાંથી કાર્યક્રમો પાછળ રૂ. 17,57,45,317 અને પગાર પેટે રૂ. 1,83,00,000નો ખર્ચ થયો છે. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી માત્ર રૂ. 2,65,13,888ના ખર્ચને જ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળી છે, જ્યારે બાકીનો તમામ ખર્ચ રેટ કોન્ટ્રાક્ટ અને તત્કાલ ઓર્ડરના આધારે મંજૂરી વગર જ કરાયો છે અને સામાન્ય સભામાં પણ તેની મંજૂરી લેવાઈ નથી. જોકે, હવે વિવાદો બાદ આવા ખર્ચ નિયંત્રણમાં લાવીને ટેન્ડરથી કામ કરવાના પ્રયાસો શરૂ થયા છે. ભંગારનાં વેપારીઓને પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાના આરોપ સાથે કલેક્ટરને રજૂઆત રાજકોટમાં ભંગારનો વેપાર કરતા વેપારીઓને છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા કરાતી કનડગત બંધ કરાવવાની માંગણી સાથે વેપારીઓએ આજે કલેકટર કચેરી ખાતે ઉમટી પડી આ અંગે આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી. આ અંગે અશોકસિંહ યાદવ તેમજ ભંગારના વેપારીઓએ જણાવ્યું કે શહેરમાં ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમિકો ઘેર-ઘેર જઇને ભંગાર એકત્રી કરી તેઓને ત્યાં આપી જાય છે. તેમજ નગરજનો પણ તેઓને ત્યાં ભંગાર આાપવા માટે આવે છે. પરંતુ પોલીસ કર્મચારીઓ તેઓને ત્યાં આવી ભંગાર ખરીદવાનું બીલ માંગી તેઓની કનડગત કરવામાં આવતી હોય તેઓને આ ભંગારનો વ્યવસાય કરવો મુશ્કેલ બની રહ્યો છે. પોલીસની આ કનડગતથી રોજીરોટી મેળવવી મુશ્કેલ બની રહી છે. ત્યારે આ બાબતે તત્કાલ પગલા લેવામાં આવે તેવી તેઓએ માંગણી ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો:બી.કોમ. સેમ-5માં કોર્પોરેટ એકાઉન્ટિંગ-1ના પેપરના 15 માર્કના દાખલામાં 2,000ના બદલે 20,000 લખાતા 10 હજાર વિદ્યાર્થીઓ પરેશાન
    Next Article
    નાગરિકોના સ્વાસ્થ્ય માટે AMCની પહેલ:થલતેજ ખાતે આધુનિક યોગ અને વેલનેસ સેન્ટરનું નિર્માણ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment