Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો:બી.કોમ. સેમ-5માં કોર્પોરેટ એકાઉન્ટિંગ-1ના પેપરના 15 માર્કના દાખલામાં 2,000ના બદલે 20,000 લખાતા 10 હજાર વિદ્યાર્થીઓ પરેશાન

    12 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે. બી.કોમ. સેમેસ્ટર -5 માં કોર્પોરેટ એકાઉન્ટિંગ- 1 પેપરમાં 15 માર્કના દાખલામાં હવાલામાં રૂ.2,000 ના બદલે રૂ.20,000 લખી નાખવામાં આવ્યા હતા. જોકે પેપર શરૂ થયાના એક કલાક બાદ પેપરમાં સુધારો કરવા માટેનું ઈ મેઇલ પરીક્ષા વિભાગ દ્વારા તમામ કોલેજોને મોકલવામાં આવ્યો હતો. જેના લીધે આ પરીક્ષા આપતા 10,000 વિદ્યાર્થીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. હવાલામાં રૂ.2,000ના બદલે રૂ.20,000 લખી નાખવામાં આવ્યા હતા યુનિવર્સિટી દ્વારા આજે 21 મી ઓક્ટોબરથી સ્નાતકમાં અભ્યાસ કરતા સેમેસ્ટર - 5 ના 32,644 વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં આજે પ્રથમ દિવસે જ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો છબરડો સામે આવ્યો છે. બી.કોમ. સેમેસ્ટર -5માં કોર્પોરેટ એકાઉન્ટિંગ- 1માં 15 માર્કનો પ્રશ્ન હતો. જે સલોની લિમિટેડના પ્રોફિટ અને લોસનો હતો. જોકે તેમાં હવાલા નંબર- 6માં પ્રીપેઇડ અને એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીઝના હવાલામાં રૂ.2,000ના બદલે રૂ.20,000 લખી નાખવામાં આવ્યા હતા. યુનિવર્સિટી દ્વારા શરૂ થયેલી પરીક્ષામાં બી.કોમ. સેમેસ્ટર-5નું 50 માર્ક નું પ્રથમ પેપર બપોરે 2.30 વાગ્યે શરૂ થયું હતું. જે બાદ યુનિવર્સિટી દ્વારા 3.30 વાગ્યે તમામ કોલેજોને ઇ-મેઈલના માધ્યમથી જાણ કરી કે પેપરમાં સુધારો છે. જેને કારણે પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપતા 10,047 વિદ્યાર્થીઓએ રોષ ઠાલવ્યો હતો. આ બાબતે પરીક્ષા નિયામક ડૉ. ધીરેન પંડ્યાએ જણાવ્યું હતું કે, હા પેપરમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હતી પરંતુ તેમાં સુધારો કરવા માટે અડધો કલાકમાં સૂચના આપી દેવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    કચ્છમાં ચાર્જિંગમાં મૂકેલા મોબાઈલમાં બ્લાસ્ટ થતાં શિક્ષકનું મોત:મૂળ ખેડાના અને લખપતના પીપરમાં નોકરી કરતાં 35 વર્ષીય યુવાને ભુજમાં સારવારમાં દમ તોડ્યો
    Next Article
    રાજકોટ પરથી જળસંકટ ટળશે, નર્મદાની પાઇપલાઇનનું સમારકામ પૂર્ણ:એકાદ-બે દિવસમાં આજી અને ન્યારીડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર ઠાલવવા સિંચાઈ વિભાગે સંકેત આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment