Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં ચાર્જિંગમાં મૂકેલા મોબાઈલમાં બ્લાસ્ટ થતાં શિક્ષકનું મોત:મૂળ ખેડાના અને લખપતના પીપરમાં નોકરી કરતાં 35 વર્ષીય યુવાને ભુજમાં સારવારમાં દમ તોડ્યો

    11 hours ago

    કચ્છના સરહદી લખપત તાલુકામાં મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાની આશંકા સાથે ગંભીર દુર્ઘટના બની છે. પીપર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ખેડા જિલ્લાના 35 વર્ષીય રાહુલભાઈ શરદભાઈ વાઘેલાનું દાઝી જવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સોમવારે રાત્રે પરિવાર સાથે ઓરડામાં સૂતા હતા ત્યારે મધરાત બાદ અંદાજે સાડા ત્રણ વાગ્યાના અરસામાં અચાનક આગ લાગતાં આ દુર્ઘટના બની હતી. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. એક વર્ષથી પીપર ગામની શાળામાં ફરજ બજાવતા હતા મૂળ ખેડા જિલ્લાના રાહુલભાઈ વાઘેલા છેલ્લા એક વર્ષથી લખપત તાલુકાના પીપર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપતા હતા. આશરે એક વર્ષ પહેલાં જ તેમનાં લગ્ન થયાં હતાં. નોકરીના કારણે તેઓ પોતાની પત્ની અને પરિવાર સાથે પીપર ગામ નજીક આવેલા ત્રાંગાવ્રાઢ વિસ્તારમાં શિક્ષકો માટે ફાળવવામાં આવેલા ઓરડામાં રહેતા હતા. સોમવારે રાત્રે તેઓ માતા-પિતા અને પત્ની સાથે ઓરડામાં સૂતા હતા. ચાર્જિંગમાં મૂકેલા મોબાઈલમાં બ્લાસ્ટ થયાની આશંકા પ્રાથમિક વિગતો મુજબ, ચાર્જિંગમાં મૂકેલો મોબાઈલ ચા રાખવાના જગમાં મૂકવામાં આવ્યો હતો. મધરાત બાદ અચાનક મોબાઈલમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આગ લાગતાં ઓરડામાં અફરાતફરી મચી ગઈ હતી. આ દરમિયાન રાહુલભાઈ ગંભીર રીતે દાઝી જતાં બૂમાબૂમ કરી હતી. અવાજ સાંભળીને પરિવારજનો તેમજ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ભુજની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા રાહુલભાઈને તાત્કાલિક ભુજની કે.કે. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તબીબોના પ્રયાસો છતાં મંગળવારે સવારે તેમનું મોત નીપજ્યું હતું. યુવાન વયે રાહુલભાઈનું મોત થતાં પરિવારજનોએ સ્વજન ગુમાવ્યો છે. આ ઘટનાથી શિક્ષણ જગતમાં પણ શોકની લાગણી ફેલાઈ છે. નારાયણ સરોવર પોલીસે તપાસ હાથ ધરી બનાવની જાણ થતાં નારાયણ સરોવર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં મોબાઈલ ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ થયો હોવાની આશંકા છે. ઘટનાસ્થળે બહારના ઇલેક્ટ્રિક થાંભલાને પણ નુકસાન થયેલું જોવા મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. મોબાઈલમાં બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ શું હતું, આગ કેવી રીતે ફેલાઈ અને વીજળીના શોર્ટ સર્કિટની કોઈ ભૂમિકા હતી કે કેમ તે સહિતનાં પાસાંઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ દુર્ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    યુએસ વિદેશ મંત્રી માર્કો રુબિયોની જામનગર મુલાકાત પૂર્ણ:રિલાયન્સ રિફાઇનરી નિહાળી, અનંત અંબાણી અને મુકેશ અંબાણી સાથે રવાના થયા
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો:બી.કોમ. સેમ-5માં કોર્પોરેટ એકાઉન્ટિંગ-1ના પેપરના 15 માર્કના દાખલામાં 2,000ના બદલે 20,000 લખાતા 10 હજાર વિદ્યાર્થીઓ પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment