Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુએસ વિદેશ મંત્રી માર્કો રુબિયોની જામનગર મુલાકાત પૂર્ણ:રિલાયન્સ રિફાઇનરી નિહાળી, અનંત અંબાણી અને મુકેશ અંબાણી સાથે રવાના થયા

    11 hours ago

    અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની જામનગરની મુલાકાત પૂર્ણ થઈ છે. આ મુલાકાત દરમિયાન તેમના સુરક્ષા કાફલામાં 65થી વધુ વૈભવી ગાડીઓનો વિશાળ કાફલો જોવા મળ્યો હતો, જેણે સમગ્ર વિસ્તારમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. મુલાકાતના સમાપન બાદ અનંત અંબાણી કાર ડ્રાઇવ કરીને પિતા મુકેશ અંબાણી સાથે રવાના થયા હતા. રિલાયન્સ રિફાઇનરીની મુલાકાત અને ફોટો સેશન જામનગર ખાતે આવેલી વિશ્વ વિખ્યાત રિલાયન્સ રિફાઇનરી સંકુલની યુએસ વિદેશ મંત્રીએ ખાસ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી માર્કો રુબિયો, મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા અંબાણી સહિતના પરિવારજનોએ રિફાઇનરી પરિસરમાં સાથે યાદગાર તસવીરો પણ ખેંચાવી હતી. ભારત-યુએસ ઊર્જા ભાગીદારીમાં નવો અધ્યાય જામનગરની સુવિધાઓ અને ટેકનોલોજીની પ્રશંસા કરતા વિદેશ મંત્રીએ ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત ઊર્જા સંબંધો પર ભાર મૂક્યો હતો. LPG આયાતમાં મોટો ઉછાળો: પાછલા એક વર્ષમાં ભારતમાં યુએસ એલપીજીની આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે, જે 10 થી નીચેથી વધીને સીધી 67 સુધી પહોંચી ગઈ છે. આ સાથે જ અમેરિકા ભારતનું સૌથી મોટું એલપીજી સપ્લાયર બન્યું છે. અમેરિકામાં રિલાયન્સનું મોટું રોકાણ: છેલ્લા 50 વર્ષમાં બનનારી અમેરિકાની પ્રથમ નવી ઓઇલ રિફાઇનરીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રોકાણ કરવાની યોજના છે. આ પ્રોજેક્ટ અમેરિકન એનર્જી ઉત્પાદનનો વિસ્તાર કરવા અને મોટા પાયે સ્થાનિક રોજગારીનું સર્જન કરવા માટે એક સીમાચિહ્નરૂપ તક સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી SP સંજય ખરાત દ્વારા 12 પોલીસ અધિકારીઓની બદલી:અલગ અલગ પોલીસ સ્ટેશનમાં PSI અને PI કક્ષાના અધિકારીઓને મુકાયા
    Next Article
    કચ્છમાં ચાર્જિંગમાં મૂકેલા મોબાઈલમાં બ્લાસ્ટ થતાં શિક્ષકનું મોત:મૂળ ખેડાના અને લખપતના પીપરમાં નોકરી કરતાં 35 વર્ષીય યુવાને ભુજમાં સારવારમાં દમ તોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment