Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરોડોના કામો મંજૂરી માટે બાકી રખાયા:હિમાલયા મોલ રોડ ડેવલોપ કરવા ટ્રાફિક-રોડ સાઇઝ બાબતે અભિપ્રાય માંગ્યો, દાણાપીઠ ફાયર સ્ટેશનને હજી એક મહિનો લાગશે

    2 days ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી દ્વારા શહેરના વિવિધ વિકાસકામો સંદર્ભે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. વસ્ત્રાપુર વિસ્તારમાં માનસી સર્કલથી શહીદ ચોક અને સંજીવની હોસ્પિટલ થઈ હિમાલયા મોલ સુધીના ટીપી રોડને 'પ્રિસિન્કટ એરિયા' તરીકે ડેવલપ કરવાની દરખાસ્તને ટ્રાફિક અને વરસાદી પાણીના નિકાલની ચકાસણી અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે, જ્યારે પીરાણા-પીપળજ માઈનોર બ્રિજ અને દાણાપીઠ ફાયર સ્ટેશન સંબંધિત દરખાસ્તોમાં નિયમો અને ભાવવધારાના મુદ્દે સુધારા કરવાના નિર્દેશ અપાયા છે. વસ્ત્રાપુર માનસી સર્કલથી હિમાલયા મોલ સુધી પ્રિસિન્કટ રોડનો અભ્યાસ કરાશે વસ્ત્રાપુર રોડને ડેવલપ કરવા માટે 'દેવર્સ કન્સ્ટ્રક્શન કંપની'ના અંદાજિત ભાવથી 18.69 ટકા વધુ ભાવના ટેન્ડરને મંજૂરી આપવાની દરખાસ્ત રજૂ કરાઈ હતી. ભૂતકાળમાં સી.જી. રોડ પર પ્રિસિન્કટ રોડ બનાવતી વખતે રોડ સાંકડો થતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. આ બાબત ધ્યાને રાખી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, રોડની પહોળાઈ, વાહન પાર્કિંગ, વરસાદી પાણીનો નિકાલ, વાહનોની મુવમેન્ટ અને ઝોનના અન્ય કામોના ભાવની સરખામણી કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે. પીરાણા-પીપળજ રોડ પર રૂ.5.29 કરોડના માઈનોર બ્રિજનું ટેન્ડર પરત મોકલાયું પીરાણા-પીપળજથી રિંગરોડ તરફ જવાના માર્ગ પર આવેલું નાળું જર્જરિત થતાં ત્યાં રૂ.5.29 કરોડના ખર્ચે થ્રી-લેન નવો બ્રિજ બનાવવા 'બેકબોન કન્સ્ટ્રક્શન'ને કામ સોંપવાની દરખાસ્ત પરત મોકલાઈ છે. ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, રોડ એન બિલ્ડિંગ કમિટીની ગાઇડલાઇન પ્રમાણે એક વર્ષના કામમાં લેબર અને અન્ય કેટલીક વસ્તુઓમાં ભાવ વધારો આપવામાં આવતો નથી, પરંતુ આ ટેન્ડરમાં ભાવ વધારો મૂકવામાં આવ્યો હતો જેથી ભાવ વધારો આપી શકાય નહીં. તેના માટે આ કામને પરત મોકલવામાં આવ્યું છે અને ભાવ વધારા સિવાય ફરીથી શોર્ટ ટેન્ડર કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. દાણાપીઠ ફાયર સ્ટેશન કામગીરીમાં સમયમર્યાદા અને ભાવવધારાની દરખાસ્ત બાકી રખાઈ દાણાપીઠ વિસ્તારમાં રૂ.52.92 કરોડના ખર્ચે નિર્માણધીન નવા ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટરનું કામ 'સત્યમ કન્સ્ટ્રક્શન'ને સોંપાયું હતું. 26 મહિનાનો સમયગાળો વધારવા તથા સ્ટીલ-સિમેન્ટનો નવો બેઝિક રેટ ગણવાની દરખાસ્ત કમિટીએ બાકી રાખી છે. કમિટીએ કન્સલ્ટન્ટના અભિપ્રાયના બદલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સીટી ઈજનેરનો સ્પષ્ટ અભિપ્રાય રજૂ કરવા તેમજ સમયમર્યાદા વધવાનું ચોક્કસ કારણ દર્શાવવા નિર્દેશ આપ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મેડિકલ અને ડેન્ટલના ચોથા રાઉન્ડની સીટ એલોટમેન્ટ પ્રક્રિયા પૂર્ણ:MBBSની 119 અને BDSની 104 બેઠકોની ફાળવી, વિદ્યાર્થીઓ 26 ઓક્ટોબર સુધી ટ્યુશન ફી ભરી શકશે
    Next Article
    AMC કમિશનરે DYMCને આડે હાથ લીધા:રોડ પરથી લારીઓ અને ફેરિયાવાળાઓને તાત્કાલિક દૂર કરો, નીચેના અધિકારીએ આપેલી માહિતીને તમારે જોવાની હોય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment