Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેડિકલ અને ડેન્ટલના ચોથા રાઉન્ડની સીટ એલોટમેન્ટ પ્રક્રિયા પૂર્ણ:MBBSની 119 અને BDSની 104 બેઠકોની ફાળવી, વિદ્યાર્થીઓ 26 ઓક્ટોબર સુધી ટ્યુશન ફી ભરી શકશે

    2 days ago

    રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે MBBS અને BDSમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ચોથા રાઉન્ડની સીટ એલોટમેન્ટ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાત સરકારની મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમોની પ્રવેશ સમિતિ (ACPUGMEC) દ્વારા ચોથા રાઉન્ડ માટે 16થી 19 ઓક્ટોબર દરમિયાન ઓનલાઈન ચોઈસ ફિલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા બાદ મેરિટના આધારે કુલ 223 બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. 223 વિદ્યાર્થીઓ હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ કરી ટ્યુશન ફી ભરી શકશે મેડિકલ (MBBS)ની 119 અને ડેન્ટલ (BDS)ની 104 બેઠકોનો સમાવેશ થાય છે. આમ, મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમોની ઉપલબ્ધ તમામ 223 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. સીટ ફાળવણી થયા બાદ તમામ 223 વિદ્યાર્થીઓએ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ કરી ટ્યુશન ફી ભરી શકશે. વિદ્યાર્થીઓને આગામી 26 તારીખ સુધી ઓનલાઇન અથવા તો HDFC બેંકની શાખામાં જઈને ટ્યુશન ફી ચૂકવણી કરવાનો સમય આપવામાં આવ્યો છે. તેમજ પ્રવેશ સંબંધિત પ્રશ્નો અને મૂંઝવણોના નિરાકરણ માટે પ્રવેશ સમિતિ દ્વારા ટેલિફોન અને ઈ-મેઇલ મારફતે માર્ગદર્શન લઈ શકશે.
    Click here to Read More
    Previous Article
    NHL Trade Rumors: Insider David Pagnotta Shares Latest On Toronto Maple Leafs Star Auston Matthews
    Next Article
    કરોડોના કામો મંજૂરી માટે બાકી રખાયા:હિમાલયા મોલ રોડ ડેવલોપ કરવા ટ્રાફિક-રોડ સાઇઝ બાબતે અભિપ્રાય માંગ્યો, દાણાપીઠ ફાયર સ્ટેશનને હજી એક મહિનો લાગશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment