Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોબલનગર વેજીટેબલ માર્કેટ બે વર્ષથી ખંડેર હાલતમાં:અસામાજિક તત્વોનું અડ્ડો બન્યું!, AMCનો કરોડોનો ખર્ચ વેડફાયો; DyMCએ કહ્યું-હાઇકોર્ટનો સ્ટે હોવાથી કામગીરી અધુરી

    1 day ago

    અમદાવાદમાં નાગરિકોની સુવિધા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે, પરંતુ અધિકારીઓની અણઘણ આવડતના કારણે કામગીરી અધૂરી રહી જતી હોય છે. નોબલનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું વેજીટેબલ માર્કેટ ખંડેર હાલતમાં બની ગયું છે. સ્થાનિક સોસાયટી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરીને સ્ટે આવતા કામ રોકાઈ ગયું છે. બે વર્ષથી ખંડેર હાલતમાં હોવાથી કેટલાક અસામાજિક તત્વો પણ ત્યાં દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિ કરતા હોવાનું જાણવા મળ્યું છે. ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવ્યું છે, જેમાં ગુજરાત હાઇકોર્ટનો સ્ટે હોવાથી હાલમાં કામગીરી અધુરી છે. 20% જ કામ બાકી છે સ્ટે હોવાના કારણે કામગીરી થઈ શકી નથી. જોકે સ્ટે લાવનાર સ્થાનિક સોસાયટી સાથે અને વકીલ સાથે વાતચીત ચાલી રહી છે. ટૂંક સમયમાં કામગીરી ચાલુ કરવામાં આવશે. 2 વર્ષ પહેલાં બનાવેલું વેજીટેબલ માર્કેટ ખંડેર હાલતમાં નોબલનગરમાં પ્રેમ પ્રકાશ આશ્રમની પાસે મ્યુનિસિપલ કોર્પોરેશને કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બે વર્ષ પહેલા વેજીટેબલ માર્કેટ બનાવ્યું હતું. જોકે આ વેજીટેબલ માર્કેટ હવે ખંડેર હાલતમાં છે. માર્કેટની અંદર ખૂબ જ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે તેમાં બનાવવામાં આવેલા કેટલાક ભાગમાં કામ અધૂરું રાખી દેવામાં આવ્યું છે, તો બીજી તરફ કેટલાક ઈલેક્ટ્રીક સાધનો પણ તૂટેલી હાલતમાં છે. થડાની નીચેની જાળીઓ પણ કટાઈ ગયેલી હાલતમાં જોવા મળી હતી. વેજીટેબલ માર્કેટમાં ખાલી દારૂની બોટલો પણ જોવા મળી હતી. ખૂબ જ ખરાબ હાલતમાં ખંડેર બની ગયેલું આ વેજીટેબલ માર્કેટ હવે અસામાજિક તત્વોનું કેન્દ્ર પણ બની ગયું હોય એવી સ્થિતિમાં જોવા મળ્યું છે સોસાયટીની હાઈકોર્ટમાં અરજી અને કામ પર સ્ટે સૂત્રો મુજબ ગોતા વિસ્તારમાં પણ એક વેજીટેબલ માર્કેટ બનીને તૈયાર છે, પરંતુ તેમાં પણ સ્થાનિક કોઈ વ્યક્તિ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પ્લોટ બાબતે અરજી કરવામાં આવી હતી.જેથી તેમાં પણ તે સ્ટે આપવામાં આવ્યો છે. નોબલનગર વેજીટેબલ માર્કેટનું બનાવવાનું કામ શરૂ થઈ ગયું અને પૂર્ણ થવાની તૈયારીમાં આવ્યું ત્યારે નજીકમાં આવેલી એક સોસાયટી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં વેજીટેબલ માર્કેટ બનાવવા માટેના પ્લોટના હેતુને લઈને અરજી કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા સ્ટે આપી દેવામાં આવ્યો છે. જેથી કામગીરી અધૂરી રહી ગઈ હતી અને હાલમાં આ કામગીરી અધુરી હોવાના કારણે વેજિટેબલ માર્કેટ શરૂ થઈ શક્યું નથી. ફરીથી માર્કેટ શરૂ કરવા સ્થાનિકોની માગ છેલ્લા બે વર્ષથી વેજીટેબલ માર્કેટ બનાવવાની શરૂઆત થઈ અને ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો તેમ છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ વિભાગના અધિકારીઓની બેદરકારીથી તાત્કાલિક ધોરણે આ કેસમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જેના કારણે થઈને હાલમાં વેજીટેબલ માર્કેટ ખંડેર બનેલું છે ત્યારે ઝડપથી નિકાલ લાવવા માટેના પ્રયત્ન કરવામાં આવે તો ફરીથી માર્કેટ શરૂ થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ધારાસભ્યની રજૂઆત બાદ 54 સરકારી સેવાઓ ગામડે મળશે:બોટાદમાં તાલુકા સેવા સદનની મુલાકાત પછી ધારાસભ્ય ઉમેશ મકવાણાની માંગણી સ્વીકારાઈ
    Next Article
    'નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત' અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ:ગોધરામાં યુવાનોએ વ્યસનમુક્તિનો સંકલ્પ લીધો, અલગ-અલગ સ્પર્ધાઓ યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment