Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારાસભ્યની રજૂઆત બાદ 54 સરકારી સેવાઓ ગામડે મળશે:બોટાદમાં તાલુકા સેવા સદનની મુલાકાત પછી ધારાસભ્ય ઉમેશ મકવાણાની માંગણી સ્વીકારાઈ

    1 day ago

    બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની રજૂઆતને પગલે હવે 54 સરકારી સેવાઓ ગામડાં સુધી પહોંચશે. તેમણે થોડા સમય પહેલા તાલુકા સેવા સદનની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અરજદારોને પડતી તકલીફો અને સરકારી સેવાઓ મેળવવામાં થતી હેરાનગતિ તેમના ધ્યાનમાં આવી હતી. ખાસ કરીને આધારકાર્ડમાં સુધારા, રેશનકાર્ડ, આવકના દાખલા અને જાતિના દાખલા જેવી રોજિંદી સરકારી સેવાઓ માટે લોકોને વારંવાર તાલુકા સેવા સદનના ધક્કા ખાવા પડતા હતા. મુલાકાત દરમિયાન કેટલાક અધિકારીઓ તેમની ફરજ પર હાજર ન હોવાનું પણ સામે આવ્યું હતું. આ સમગ્ર પરિસ્થિતિ અંગે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ તરત રજૂઆત કરી હતી. તેમણે માંગ કરી કે સામાન્ય નાગરિકોને સરકારી સેવાઓ માટે ધક્કા ન ખાવા પડે અને જરૂરી સેવાઓ તેમના નજીકના વિસ્તારમાં જ મળી રહે. આ રજૂઆત બાદ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. બોટાદ શહેરની સરકારી હાઈસ્કૂલ ખાતે 24 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 9:00 કલાકે આ કાર્યક્રમ શરૂ થશે. જેમાં આધારકાર્ડમાં સુધારા, જાતિના દાખલા, આવકના દાખલા અને રેશનકાર્ડમાં સુધારા સહિતની વિવિધ સરકારી સેવાઓનો લાભ નાગરિકોને એક જ સ્થળે મળી શકશે. તા. 24 સપ્ટેમ્બરના રોજ પાટી ગામમાં સેવા સેતુ યોજાશે. જેમાં જોટીંગડા, ભાંભણ ઢીંકવાળી, પાટી, કેરિયા નં.1, રાજપરા, તાજપર, સરવઈ, મોટા ઝીંઝાવદર અને સાંગાવદર ગામોનો સમાવેશ થાય છે. તા. 28 સપ્ટેમ્બરના રોજ સાંકરડી ગામમાં સેવા સેતુ યોજાશે. જેમાં કાનીયાડ, તરઘરા, બાબરકોટ, સાંકરડી અને હડદડ ગામોનો સમાવેશ થશે. તા. 01 ઓક્ટોબરના રોજ લાખેણી ગામમાં સેવા સેતુ યોજાશે. જેમાં લાખેણી, રોહિશાળા, કારિયાણી, રતનવાવ, ચક્રમપર, ઝમરાળા, સમઢિયાળા નં.2 અને કેરિયા નં.2 ગામોનો સમાવેશ થશે. તા. 03 ઓક્ટોબરના રોજ સેરથલી ગામમાં સેવા સેતુ યોજાશે. જેમાં સેરથલી, સમઢિયાળા નં.1, લાઠીદડ અને સજેલી વજેલી ગામોનો સમાવેશ થશે. તા. 06 ઓક્ટોબરના રોજ પીપરડી ગામમાં સેવા સેતુ યોજાશે. જેમાં પીપરડી, બોડી, પાળિયાદ અને લીંબોડા ગામોનો સમાવેશ થશે. તા. 08 ઓક્ટોબરના રોજ સરવા ગામમાં સેવા સેતુ યોજાશે. જેમાં સરવા, નાના પાળિયાદ, નાના છૈડા, મોટા છૈડા, ગઢડિયા, મોટવીરવા, રંગપર, નાના ભડલા, પીપળીયા, રતનપર, નાની વિરવા અને કૃષ્ણનગર ગામોનો સમાવેશ થશે. તા. 09 ઓક્ટોબરના રોજ તુરખા ગામમાં સેવા સેતુ યોજાશે. જેમાં તુરખા, ભદ્રાવડી, સાલૈયા, નાગલપર, ખાખોઈ, ઝરીયા, શિરવાણીયા અને ઢાંકણીયા ગામોનો સમાવેશ થશે. અંતમાં, ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ 107-બોટાદ વિધાનસભાની સમગ્ર જનતાને સેવા સેતુ કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મોડાસા હાઈસ્કૂલમાં 700 વિદ્યાર્થીઓએ ભારતનું માનચિત્ર બનાવ્યું:સેવા સંકલ્પ અભિયાન હેઠળ 70x60 મીટરની માનવ સાંકળ રચી રાષ્ટ્રપ્રેમ બતાવ્યો
    Next Article
    નોબલનગર વેજીટેબલ માર્કેટ બે વર્ષથી ખંડેર હાલતમાં:અસામાજિક તત્વોનું અડ્ડો બન્યું!, AMCનો કરોડોનો ખર્ચ વેડફાયો; DyMCએ કહ્યું-હાઇકોર્ટનો સ્ટે હોવાથી કામગીરી અધુરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment