Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‎આઇશરમાં લાગી આગ:ચોટીલા હાઈવે પર સામાન ભરેલું ‎આઇશર સળગ્યું, જાનહાનિ નહીં‎

    15 hours ago

    ચોટીલા રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે. ત્યારે મોટી સંખ્યામાં વાહનોની આવજા થતી જોવા મળતી હોય છે. જેમાં શનિવારની મોડી રાતે રાજકોટથી અમદાવાદ તરફ એક આયશર વાહન ટ્રાન્સપોર્ટનો સામન ભરીને જતું હતું. ત્યારે અગમ્ય કારણોસર અચાનક સળગી ઉઠયુ હતુ. આથી ફાયર બિગ્રેડ જવાનો સહિત આણંદપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી. ફાયર બિગ્રેડ જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. સમય સૂચકતા વાપરતા વાહનચાલકનો આબાદ બચાવ થયો હતો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 47 પર આવેલા ચોટીલાથી બોરિયાનેશ હાઈવે પર શનિવારની રાત્રે રાજકોટથી અમદાવાદ તરફ જતું ટ્રાન્સપોર્ટનો સામન ભરેલ આયશર અગમ્ય કારણોસર સળગી ઉઠવાનો બનાવ બન્યો હતો. બોરિયાનેશ ગામના લોકોએ ચોટીલા નગર પાલિકા ફાયર બિગ્રેડને જાણ કરી હતી. આથી ફાયર ફાઇટર મનસુખભાઇ પરમાર, હરેશ ઉપાધ્યાય સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો બોલાવીને એકાદ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. વાહનચાલકે સમય સૂચકતા વાપરતા કોઈ જાનહાનિ થઇ ન હતી. બીજી તરફ વાહનચાલક સ્થળ પરથી નાસી છૂટયો હતો. ત્યારે ક્લિનર હાજર મળી આવતા પોલીસે જણાવા જોગ અરજી દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં આરોગ્ય સેવામાં નવો કીર્તિમાન:જિલ્લાની સાત પીએચસી,‎‎ 54 સરકારી આરોગ્ય સંસ્થાઓને મળ્યું નેશનલ ક્વોલિટી સર્ટિફિકેટ‎
    Next Article
    ગામ ગામની વાત:રતનપર ગામની વિકાસની હરણફાળ, જિલ્લાનું રતન બનશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment