Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગામ ગામની વાત:રતનપર ગામની વિકાસની હરણફાળ, જિલ્લાનું રતન બનશે‎

    17 hours ago

    વઢવાણ તાલુકાના રતનપર ગામનો ચોતરફ વિકાસ થતા રતનપર સંયુક્ત પાલિકામાં સમાવેશ થયો છે. જિલ્લાની સરકારી કચેરીઓ બહુમાળી ભવન, સર્કિટ હાઉસ રતનપરમાં આવેલા છે. જ્યારે બાયપાસ રતનપરનો વિકાસ કુદકેને ભુસકે વધી રહ્યો છે. ત્યારે રતનપર ગામ સંપૂર્ણ શહેરીકરણ થયું છે. રતનપરને બનાવવામાં વઢવાણ સ્ટેટના રતનસિંહજી અને રાયસિંહજીનો મોટો ફાળો છે. વઢવાણ તાલુકાના દુધરેજ અને રતનપર જોરાવરનગર જેવા જોડીયા ગામોનો વિકાસ હરણફાળ ભરી રહ્યો છે. રતનપર ગામની સીમ ખેરાળી, માળોદ, વાઘેલાના સીમાડે પહોંચી છે. રતનપર ગામમાં તલાટી અને સર્કલ ઓફિસ આજે પણ મૌજુદ છે. રતનપરમાં કોળી, પટેલ, જૈન, બ્રાહ્મણ, મુસ્લિમ, રાજપૂત એમ પચરંગી પ્રજા વસવાટ કરે છે. રતનપર ગામમાં રામજી મંદિર, ગુરૂદતાત્રય મંદિર, રામાપીરનું મંદિર પ્રાચીન છે. જ્યારે બે સ્વામિનારાયણ મંદિર પણ બન્યા છે. રતનપરમાં સરકારી 3 પ્રાથમિક શાળા આવેલી છે. જોરાવરનગર કરતા રતનપર વિકાસ વધુ થાય તેવી શક્યતાઓ સાચી પડે તેમ છે. રતનપરના ખેડૂતોની જમીન સોનાની લગડી સમાન બની ગઇ છે. જ્યારે ઘોળીધજા ડેમ અને નર્મદા કેનાલને લીધે કૃષિક્રાંતિ પણ સર્જાઇ છે. રતનપર અને જોરાવનગરમાં ક્રિકેટ ફીવર વધુ જોવા મળે છે. બાલ હસ્તાપરી, ઉપાશ્રય, મંદિર, મસ્જીદો આસ્થાનું કેન્દ્ર છે. જ્યારે મોરબીનો પુલ ભોગાવો નદી પર બનતા રતનપરને ફાયદો થયો હતો. રતનપર મૂળી રોડ પર ત્રિમંદિર, પ્રજ્ઞાચક્ષુ સંસ્થા, કોટન હબના કારખાનાઓ, લોકશાળા વગેરેને કારણે ધમધમી રહ્યો છે. રતનપરમાં આજે પણ સ્ટેટ તલાટીની ઓફિસ આવેલી છે સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના વિસ્તારમાં આવેલા રતનપર ગામ શહેરી વિસ્તાર ગણાય છે. પરંતુ રતનપર ગામની સીમ જમીન ખૂબ વિશાળ હોવાથી અહીં આજે પણ સ્ટેટ તલાટીની ઓફિસ ધમધમી રહી છે. જેમાં તલાટી અને સર્કલ ઓફિસર ખેડૂતોની જમીનને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. રતનપર ગામની સીમ જમીન જોરાવરનગર, સુરેન્દ્રનગર સુધી હોવાથી સોનાની લગડી સમાન બની ગઇ છે. સંયુક્ત પાલિકામાં વોર્ડ નં.9માં રતનપરને સ્થાન સુરેન્દ્રનગર પાલિકા બન્યા બાદ વઢવાણ અને જોરાવરનગર બન્ને ગામોને તેમાં સમાવેશ કરી જોડીયા શહેર બની સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકામાં સમાવેશ થયો હતો. સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકા અને વઢવાણ પાલિકા ભેગી કરી વિસ્તાર કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ સંયુક્ત નગર પાલિકા બનતા રતનપર ગામ વિસ્તારને સંયુક્ત પાલિકાના વોર્ડનં.9માં સ્થાન પ્રાપ્ત થયું છે.
    Click here to Read More
    Previous Article
    ‎આઇશરમાં લાગી આગ:ચોટીલા હાઈવે પર સામાન ભરેલું ‎આઇશર સળગ્યું, જાનહાનિ નહીં‎
    Next Article
    મંડે પોઝિટીવ:સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં 30 હિન્દુ-મુસ્લિમ દીકરીના લગ્ન યોજાયા : 23 વર્ષમાં 1138 દીકરીઓનો ઘર સંસાર શરૂ કરાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment