Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં 30 હિન્દુ-મુસ્લિમ દીકરીના લગ્ન યોજાયા : 23 વર્ષમાં 1138 દીકરીઓનો ઘર સંસાર શરૂ કરાવ્યો

    18 hours ago

    સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં સમૂહ લગ્નનો સેવા યજ્ઞ ચલાવાઈ રહ્યો છે. જેમાં 23 વર્ષથી ચાલતા આ સમૂહ લગ્નોત્સવ થકી 1138થી વધુ જરૂરીયાતમંદ હિન્દુ અને મુસલમાન પરિવારોની દીકરીઓને લગ્ન કરાવી આપવામાં આવ્યા છે. આ સમૂહ લગ્નોત્સવની શરૂઆત 2 હિન્દુ મુસ્લિમ મજૂર મિત્રના વિચારથી શરૂ થઇ હતી. જે હાલ સેવાનું વટવૃક્ષ બની ગઇ છે. રવિવારે 30 દંપતીના સમૂહ લગ્ન યોજાતા 5 હજાર લોકો એકત્ર કર્યા હતા. સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં કાળી મજૂરી કરીને પેટીયુ રળતા શ્રમીકોની દીકરીના લગ્નની ચિંતા માતા પિતાને કોરી ખાય છે. ત્યારે હિંન્દુ અને મુસ્લિમના નાત જાતના વાડાને ભૂલીને રહેતા 2 શ્રમીક મિત્ર અને તોપવાળા મેલડી માના સમસ્ત સેવા ગણના મિત્રોએ આવી દીકરીઓના લગ્ન કરાવવા વિચાર વાવ્યો હતો. 23 વર્ષ પહેલા 11 દંપતી સાથે પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આયોજનનો વિચાર કરનાર મિત્રોને સમૂહ લગ્નના ખર્ચની ચિંતા હતી. માર્કેટના વેપારીઓ આગળ આવ્યા અને સમૂહ લગ્નનો ખર્ચ ઉપાડવાની તૈયારી બતાવી હતી. ત્યારથી સમૂહ લગ્નનો તમામ ખર્ચ માર્કેટના મજૂરો અને વેપારીઓ આપે છે. અત્યારસુધીના સમૂહ લગ્નમાં રૂ.20 કરોડનું કરીયાવર અને 35 લાખ જમણવારનો ખર્ચ દાતાની મદદથી થયો. તા.23 માર્ચે હિન્દુ મુસ્લિમના એક સાથે 22મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાતા આર્યસમાજ સહયોગથી 36 દીકરીના લગ્ન કરાવાયા હતા. તોપવાળા મેલડીમાં મંદિર પાસે લગ્ન અને હજરત બાલમશા પીરની દરગાહ પાસે નિકાહ પઠાવાયા હતા. આયોજન સફળ બનાવવા જેઠાભાઇ ધલવાળીયા, ઇબ્રાહીમભાઇ મકરાણી, હનીફાબેન મકરાણી, રમેશભાઇ ઉપાધ્યાય, અબ્દેઅલીભાઇ સહિત સમસ્ત તોપવાળા મેલડીમાં સેવકગણ પ્રયાસ કર્યા હતા. એક બાજુ વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન તો બીજીબાજુ નિકાહના કલમા પઢાય છે આ સમૂહ લગ્નમાં હિન્દુ દંપતીના લગ્ન માટે આર્ય સમાજ દ્વારા સેવા આપી વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન કરાવાય છે. મુસ્લિમ સમાજના દંપતીના નિકાહ માટે સુરેન્દ્રનગર શહેર કાજી સેવા આપે છે. આમ એક બાજુ વૈદિક મંત્રોચ્ચારથી હિન્દુ રિતરિવાજથી લગ્ન જ્યારે તે જ સમયે નિકાહના કલમા પઢાતા હોય છે.
    Click here to Read More
    Previous Article
    ગામ ગામની વાત:રતનપર ગામની વિકાસની હરણફાળ, જિલ્લાનું રતન બનશે‎
    Next Article
    સારા સ્વાસ્થ્ય માટેની ટિપ્સ:ઉનાળામાં ખોરાક અને પીણાં જરૂરી માત્રામાં લેવાથી મેદસ્વીતાપણામાં ઘટાડો થઈ શકે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment