Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્વલંત સિદ્ધિ:મોરબીના સંસ્કૃત શિક્ષક ગીતાભૂષણ, શતસુભાષિતપંડિત ઉપાધિથી સન્માનિત

    11 hours ago

    સંસ્કૃત ભાષા તમામ ભાષાઓની જનની ગણાય છે અને આજે એક ખાસ વર્ગ એવો તૈયાર થઇ રહ્યો છે કે જેઓ આ ભાષાને વધુને વધુ લોકભોગ્ય બની રહે તે માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે આ ભાષા સાથે જોડાયેલા અને શિખવવા માટે સતત પ્રયત્નશીલ એવા મોરબીના શિક્ષકને ગીતાભૂષણ અને શતસુભાષિતપંડિતની ઉપાધિ એનાયત કરવામાં આવી છે. નોંધનીય છે કે સમગ્ર રાજ્યમાં એવા પાંચ વ્યક્તિમાં આ શિક્ષકનો સમાવેશ થયો છે કે જેમને આ બન્ને ઉપાધિ મળી હોય. સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ધી.વી.સી. ટેકનિકલ હાઇસ્કુલ, મોરબીના સંસ્કૃત શિક્ષક ધવલભાઈ ખાંડેકાએ ઉત્તમ સિદ્ધિ મેળવી છે. તેમણે પૂર્ણ ભગવદ ગીતા (700 શ્લોક) કંઠસ્થ કરવા બદલ ‘गीताभूषणः’ અને 100 સુભાષિતો યાદ કરવા બદલ ‘शतसुभाषितपण्डितः’ બંને ઉપાધિ પ્રાપ્ત કરી છે.ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યમાંથી માત્ર પાંચ વ્યક્તિઓને જ બંને એવોર્ડ મળ્યા છે, જેમાં ધવલભાઈનો સમાવેશ થાય છે, તેમના માર્ગદર્શન હેઠળ ભટ્ટ જીગર સંજયભાઈ, ચૌહાણ ચંદન વનરાજસિંહ નામના બે વિદ્યાર્થીઓનું સન્માન થયું હતું. ઉપરાંત, ‘संस्कृतकक्षः’ યોજના હેઠળ શાળાની પણ પસંદગી થઈ છે અને શાળાને રૂ. 50 હજારનું અનુદાન મળનાર છે.
    Click here to Read More
    Previous Article
    જુગારધામ પર દરોડો:મહેન્દ્રનગરમાં મકાનમાં ચાલતું હતું ‎જુગારધામ, પાંચની અટકાયત કરાઇ‎
    Next Article
    મોરબીમાં આરોગ્ય સેવામાં નવો કીર્તિમાન:જિલ્લાની સાત પીએચસી,‎‎ 54 સરકારી આરોગ્ય સંસ્થાઓને મળ્યું નેશનલ ક્વોલિટી સર્ટિફિકેટ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment