Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુગારધામ પર દરોડો:મહેન્દ્રનગરમાં મકાનમાં ચાલતું હતું ‎જુગારધામ, પાંચની અટકાયત કરાઇ‎

    10 hours ago

    મોરબી એલસીબી અને પેરોલ સ્ક્વોડની સંયુક્ત ટીમે ખાનગી બાતમીના આધારે મહેન્દ્રનગર વિસ્તારમાં ચાલી રહેલા જુગારના અખાડા પર સફળ દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી માહિતી મુજબ રાજેશભાઈ જીવરાજભાઈ સરડવા (રહે. સિદ્ધિવિનાયક સોસાયટી, ગજાનન એપાર્ટમેન્ટ, મહેન્દ્રનગર – મૂળ સરવડ, તા. માળિયા મીં.) પોતાના રહેણાંક મકાનમાં બહારથી લોકો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હાર-જીતનો ‘તીન પત્તી’ જુગાર રમાડતા હોવાનું જાણવા મળ્યું હતું. આ બાતમીના આધારે એલસીબી તથા પેરોલ સ્કોડની ટીમે પંચ સાક્ષીઓ સાથે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન રાજેશભાઈ સરડવા સહિત કુલ પાંચ વ્યક્તિઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા અન્ય આરોપીઓમાં વિવેકભાઈ વિનોદભાઈ ગોસાઈ , ભાવેશભાઈ બાલુભાઈ સીતાપરા , જયેશભાઈ રાઘવજીભાઈ બોપલિયા તથા સાગરભાઈ રમેશભાઈ સરડવાનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી રૂ. 2,62,500 રોકડ રકમ તેમજ ચાર મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 2,87,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તમામ પાંચ આરોપીઓ વિરુદ્ધ મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લુખ્ખા તત્વોને નિરંકુશ થયા:બાઈક સરખું પાર્ક કરવાનું કહેનારા નિવૃત પોલીસ કર્મીને ફડાકાવાળી
    Next Article
    જ્વલંત સિદ્ધિ:મોરબીના સંસ્કૃત શિક્ષક ગીતાભૂષણ, શતસુભાષિતપંડિત ઉપાધિથી સન્માનિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment