Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુખ્ખા તત્વોને નિરંકુશ થયા:બાઈક સરખું પાર્ક કરવાનું કહેનારા નિવૃત પોલીસ કર્મીને ફડાકાવાળી

    8 hours ago

    મોરબી શહેરમા જાણે લુખ્ખાગીરી કરતા તત્વોને કાયદો વ્યવસ્થા કે પોલીસ તંત્રની કોઈ બીક ન હોય તેમ લાગી રહ્યું છે. છાશવારે છરી લઈને નીકળી પડતા આ લવર મુછીયા જેવા તત્વો પોતાની જાતને ડોન સાબિત કરવા સામાન્ય માણસને છરી દેખાડી ધમકાવવા જાહેરમાં ગાળો બોલી કે પોતાની ધાક જમાવવા એન કેન પ્રકારના વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં મૂકતા હોય છે. મોરબીમાં તંત્ર ભલે સબ સલામતના દાવા કરે પણ આવા શેરી ગલીએથી નીકળી પડતા લુખ્ખા તત્વોને અંકુશમાં લેવામાં પોલીસ નબળું સાબિત થયું હોવાની પ્રતિતિ થયા વિના રહેતી નથી. મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલી શ્રીમદ સોસાયટી વિસ્તારમાં રહેતા નિવૃત પોલીસ કર્મી મયુરસિંહ મહોબતસિંહ જાડેજા બે દિવસ પહેલા જૂની દાણા પીઠ પાસે તેઓને નદીમ ઉર્ફે બુધીયો વડગામા નામના શખ્સ સાથે બાઈક સીધું રાખવા જણાવ્યું હતું જે બાદ આ નદીમે નિવૃત પોલીસ કર્મી સાથે ઝઘડો કર્યો હતો અને તેઓને ફડાકા ઝીંકી દીધા હતા તેમજ છરીના ઘા ઝીંકી દેવાની ઘમકી આપી હતી. લોકોની અવરજવર વાળી આ જગ્યા પર મામલો ગરમ થઇ ગયો હતો. જો કે બાદમાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે મયુરસિંહે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    In Kerala, Modi says Gulf nations prioritising safety of Indian expats, slams Congress for ‘dangerous’ remarks
    Next Article
    જુગારધામ પર દરોડો:મહેન્દ્રનગરમાં મકાનમાં ચાલતું હતું ‎જુગારધામ, પાંચની અટકાયત કરાઇ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment