Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત' અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ:ગોધરામાં યુવાનોએ વ્યસનમુક્તિનો સંકલ્પ લીધો, અલગ-અલગ સ્પર્ધાઓ યોજાઈ

    1 day ago

    ગોધરા ખાતે 'માય ભારત કેન્દ્ર' દ્વારા 'નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન' અંતર્ગત એક ખાસ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વિકસિત ભારત બનાવવા માટે યુવા પેઢી સ્વસ્થ, સજાગ અને વ્યસનમુક્ત બને તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સ્થાનિક યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વ્યસનમુક્ત સમાજ બનાવવા માટે સામૂહિક શપથ લીધા હતા. કાર્યક્રમ દરમિયાન યુવાનોમાં સામાજિક જવાબદારીની ભાવના વિકસે અને નશાની ખરાબ અસર અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે પોસ્ટર મેકિંગ, સૂત્રલેખન અને ચિત્રકામ જેવી અલગ-અલગ રચનાત્મક સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. આ ઉપરાંત, જનજાગૃતિના સંદેશને વધુ લોકો સુધી પહોંચાડવા માટે 'વોલ સિગ્નેચર' ઝુંબેશ પણ ચલાવવામાં આવી હતી. જેમાં યુવાનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો અને નશામુક્ત સમાજ બનાવવા માટે પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા યુવા અધિકારી અભિષેક શુક્લાએ યુવાનોને સંબોધિત કરતા કહ્યું હતું કે, ગુજરાત પૂજ્ય મહાત્મા ગાંધીની પવિત્ર કર્મભૂમિ છે. બાપુએ હંમેશાં દારૂબંધી અને નશાકારક વસ્તુઓના સેવનનો વિરોધ કરી સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, આજના યુવાનોએ પણ ગાંધીજીના વિચારોમાંથી પ્રેરણા લઈને નશા જેવી સામાજિક બદીનો ત્યાગ કરવો જોઈએ. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું સકારાત્મક યોગદાન આપવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    નોબલનગર વેજીટેબલ માર્કેટ બે વર્ષથી ખંડેર હાલતમાં:અસામાજિક તત્વોનું અડ્ડો બન્યું!, AMCનો કરોડોનો ખર્ચ વેડફાયો; DyMCએ કહ્યું-હાઇકોર્ટનો સ્ટે હોવાથી કામગીરી અધુરી
    Next Article
    હોસ્પિટલના તબીબો-કર્મચારીઓએ સ્વચ્છતા માટે 100 કલાક આપવાનો સંકલ્પ લીધો:મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment