Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકતાનગરની ઈમારતોને આદિવાસી સંસ્કૃતિની રંગત આપતું પીઠોરા આર્ટ:પદ્મશ્રી પરેશ રાઠવા પીઠોરા ચિત્રકળા દ્વારા આદિવાસી પરંપરાને આપી રહ્યા છે નવી ઓળખ

    2 days ago

    સરદાર પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગરમાં પીઠોરા આર્ટ જોવા મળ્યું. છોટાઉદેપુરના પદ્મશ્રી પરેશભાઈ રાઠવા 2020થી એકતાનગરની સરકારી ઈમારતો પર પીઠોરા ચિત્રકળા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોકાણ માટે તૈયાર થયેલા સર્કિટ હાઉસ પર પણ પરેશભાઈએ પીઠોરા પેઈન્ટિંગ બનાવ્યું છે. આ ચિત્રકળામાં પ્રકૃતિ, માનવજીવન અને એકતાનો સંદેશ સુંદર રીતે દેખાય છે. પરેશભાઈના કહેવા મુજબ, પીઠોરા આર્ટ રાઠવા આદિવાસી સમાજની પરંપરા, માન્યતાઓ અને જીવનશૈલી બતાવે છે. તેઓ છેલ્લા 32 વર્ષથી આ કળાને જીવંત રાખી રહ્યા છે. પરેશ રાઠવાને 2023માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હાથે પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. તેમને 2021માં ટુરિઝમ એવોર્ડ અને 2020-21માં શ્રેષ્ઠ કલાકાર એવોર્ડ પણ મળ્યા.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં કાલે કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભા:પ્રદેશ પ્રભારી, પ્રમુખ, ધારાસભ્યો સહિતના નેતાઓ હાજર રહેશે, તૈયારીઓને આખરી ઓપ
    Next Article
    ગુજરાતમાં કિડનીના દર્દીઓ રામભરોસે?:346 ડાયાલિસિસ ટેક્નિશિયનના સર્ટિફિકેટ શંકાના દાયરામાં, CAGના ખુલાસા બાદ કોંગ્રેસ મેદાને

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment