Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં કાલે કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભા:પ્રદેશ પ્રભારી, પ્રમુખ, ધારાસભ્યો સહિતના નેતાઓ હાજર રહેશે, તૈયારીઓને આખરી ઓપ

    2 days ago

    ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો અને આંદોલનો વચ્ચે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સરકાર સામે રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે. ખેડૂતોને જણસના પૂરતા ભાવ ન મળવા અને વીજપોલ નીચે જતી જમીનનું વળતર ન ચૂકવાવાના વિરોધમાં આવતીકાલે, તારીખ 22 ના રોજ સાંજે 4 કલાકે મોરબીના સનાળા-રાજપર રોડ પર આવેલા આનંદ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય 'ખેડૂત આક્રોશ મહાસભા'નું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના મોટા દાવા કરનાર વર્તમાન સરકારે ખેડૂતોને નોધારા કરી મૂક્યા છે. ખેડૂતોને આજે પોતાના હક અને ન્યાય માટે રસ્તા પર ઉતરીને આંદોલન કરવાની ફરજ પડી રહી છે, જે સરકારની નિષ્ફળતા દર્શાવે છે. દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ આ મહાસભાને સફળ બનાવવા અને ખેડૂતોનો અવાજ બુલંદ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ અને પ્રમુખો મોરબી ઉપસ્થિત રહેવાના છે. આ સભામાં અગ્રણી નેતાઓ હાજરી આપીને સરકાર સામે વિરોધ નોંધાવશે: આ ઉપરાંત ગુજરાતભરના તમામ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો આ મહાસભામાં જોડાઈને આંદોલનને ઉગ્ર સ્વરૂપ આપશે.
    Click here to Read More
    Previous Article
    હું ટ્રાવેલ એજન્ટ નથી, રાહુલના વિદેશ પ્રવાસ પર થરુરનો જવાબ:દરેકની પોતાની-પોતાની જવાબદારીઓ હોય છે; ભાજપનો દાવો- રાહુલ વિયેતનામ ગયા
    Next Article
    એકતાનગરની ઈમારતોને આદિવાસી સંસ્કૃતિની રંગત આપતું પીઠોરા આર્ટ:પદ્મશ્રી પરેશ રાઠવા પીઠોરા ચિત્રકળા દ્વારા આદિવાસી પરંપરાને આપી રહ્યા છે નવી ઓળખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment