Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં કિડનીના દર્દીઓ રામભરોસે?:346 ડાયાલિસિસ ટેક્નિશિયનના સર્ટિફિકેટ શંકાના દાયરામાં, CAGના ખુલાસા બાદ કોંગ્રેસ મેદાને

    2 days ago

    ગુજરાત રાજ્યમાં કિડનીના ગંભીર રોગોથી પીડાતા હજારો દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ રાજ્યભરના કેન્દ્રોમાં ફરજ બજાવતા હિમોડાયાલિસિસ ટેક્નિશિયનોની ભરતીમાં રજૂ કરવામાં આવેલા સર્ટિફિકેટ્સની માન્યતા સામે કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ ઓડિટ રિપોર્ટના આધારે કોંગ્રેસે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને આરોપ લગાવ્યો છે કે ૨૫૦ થી વધુ સેન્ટરોમાં કાર્યરત ૬૬૨ પૈકી ૫૨ ટકા એટલે કે ૩૪૬ જેટલા ટેક્નિશિયનો માત્ર 'ભારત સેવક સમાજ' નામની સ્વૈચ્છિક સંસ્થાના અમાન્ય પ્રમાણપત્રોના જોરે નિમણૂક પામી ગયા છે. કેગના અહેવાલમાં મોટો ખુલાસો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ પત્રકાર પરિષદમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી ઉજાગર કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના સ્વાસ્થ્ય તંત્રમાં અવારનવાર છબરડાઓ સામે આવતા રહે છે, પરંતુ આ વખતે સીધો કિડનીના દર્દીઓના જીવ જોખમમાં મુકાયો છે. કેગના ઓડિટ દરમિયાન સામે આવ્યું છે કે ૩૪૬ ડાયાલિસિસ ટેક્નિશિયનોએ રજૂ કરેલા ભારત સેવક સમાજના સર્ટિફિકેટ ક્યા આધારે, કઈ માન્યતા હેઠળ અને કઈ નિયમબદ્ધ પ્રોસેસથી માન્ય ગણવામાં આવ્યા તેના કોઈ પણ સત્તાવાર પુરાવા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામના જવાબદાર અધિકારીઓ ઓડિટ સમક્ષ રજૂ કરી શક્યા નથી. ડિપ્લોમા વગરના અને ધોરણ-12 પણ પાસ ન હોય એવા ઉમેદવારોની ભરતી ડૉ. કઠવાડીયાએ વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKD) ના સત્તાવાર ભરતી નિયમો મુજબ ડાયાલિસિસ ટેક્નિશિયન માટે માન્ય સંસ્થામાંથી એક કે બે વર્ષનો માન્ય ડિપ્લોમા કોર્સ પૂર્ણ કરેલો હોવો ફરજિયાત છે. જોકે આઉટસોર્સિંગ એજન્સી અને ટેન્ડર પ્રક્રિયા દ્વારા જે ભરતીઓ કરવામાં આવી, તેમાં એવા ચોંકાવનારા નિયમો રખાયા કે 'તમને નોકરીએ રાખી લેવામાં આવે છે, પરંતુ એક વર્ષમાં ધોરણ-૧૨ પૂરું કરી લેવું'. એટલે કે પાયાની શૈક્ષણિક લાયકાત પણ ન ધરાવતા બિનઅનુભવી લોકોને સંવેદનશીલ એવા ડાયાલિસિસ મશીનો ઓપરેટ કરવાની પરવાનગી આપી દેવાઈ છે. રામભરોસે ચાલતા સેન્ટરોની તટસ્થ તપાસ કરી લાયક યુવાનોને તક આપો ડાયાલિસિસ એ માનવ શરીરના લોહી શુદ્ધિકરણની અત્યંત જટિલ અને જીવલેણ જોખમ ધરાવતી તબીબી પ્રક્રિયા છે. યોગ્ય તાલીમ અને લાયકાત વિનાના ટેક્નિશિયનો દ્વારા કરવામાં આવતી પ્રક્રિયા દર્દીઓ માટે ગંભીર જીવલેણ સાબિત થઈ શકે છે. કોંગ્રેસે રાજ્ય સરકાર સમક્ષ તાકીદે માંગણી કરી છે કે સમગ્ર કૌભાંડની ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે, અમાન્ય સંસ્થાના બોગસ સર્ટિફિકેટના આધારે નોકરી મેળવનારા તમામ અયોગ્ય કર્મચારીઓને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે અને તેમના સ્થાને માન્ય ડિપ્લોમા-ડિગ્રી ધરાવતા રાજ્યના લાયકાતવાન બેરોજગાર યુવાનોની ભરતી કરી દર્દીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    એકતાનગરની ઈમારતોને આદિવાસી સંસ્કૃતિની રંગત આપતું પીઠોરા આર્ટ:પદ્મશ્રી પરેશ રાઠવા પીઠોરા ચિત્રકળા દ્વારા આદિવાસી પરંપરાને આપી રહ્યા છે નવી ઓળખ
    Next Article
    સુરેન્દ્રનગર યાર્ડમાં માલગાડીના બે વેગન પાટા પરથી ઉતર્યા:2 પેસેન્જર ટ્રેનો આંશિક રીતે રદ, 7 ટ્રેનો ડાયવર્ટ કરાતા રેલ વ્યવહાર ખોરવાયો, હજારો મુસાફરોને હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment