Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોપીઓ ચાંદીના જુનવાણી તાંબા પિત્તળના વાસણની ચોરી કરતા:રાજકોટની કંસારા બજાર અને દીવાનપરાના મકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં 2 સગીર સહીત 7 શખ્સોની ધરપકડ

    1 day ago

    રાજકોટ શહેરના કંસારા બજારમાં આવેલ દુકાનમાંથી રોકડ એકમ અને ચાંદીના તેમજ અન્ય ધાતુના વાસણોની ચોરી કેસમાં રાજકોટ એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી બે સગીર સહીત સાત આરોપીની ધરપકડ કરી તેની પાસેથી કુલ રૂ.5.15 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયમ આરોપીઓએ દીવાનપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી પણ તાંબા પિત્તળના વાસણની ચોરી કરી હોવાનું સામે આવતા પોલીસે બે ગુનાનો ભે ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 02.07.2026ના રોજ કંસારા બજારમાં આવેલ દુકાનમાંથી રોકડ રકમ તેમજ ચાંદીના અને તાંબા પિત્તળના જુદા જુદા વાસણની ચોરી થયા અંગેની ફેલિયડ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ચોરીના કેસમાં સંડોવાયેલ આરોપી અર્જુન ઉર્ફે ગોધરો બાંભણીયા, પૃથ્વી ઉર્ફે જીગર ઉર્ફે જીગો ધાંધલપરીયા, દિનેશ ઉર્ફે દીનો બરસાડીયા, કરણ ઉર્ફે તાંત્રિક વહાણેકિયા અને બે સગીર સહીત કુલ 7 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ગણતરીની કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓની ઝડતી લેતા તેમની પાઈથી ચોરીમાં ગયેલ 1.52 લાખ રોકડ તેમજ જુદા જુદા ચાંદીના તેમજ તાંબા પિત્તળના વાસણ સહીત કુલ 5.15 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પુછપરછમાં આરોપીઓએ થોડા દિવસ અગાઉ દીવાનપરા વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે એક સાથે બે ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં પકડાયેલ આરોપી પૈકી અર્જુન ઉર્ફે ગોધરો વિરુદ્ધ અગાઉ પણ રાજકોટ શહેર પોલીસમાં અલગ અલગ ત્રણ ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત 2 તારીખના રોજ કંસારા બજારમાં થયેલ ચોરીના બનાવમાં આરોપીઓ દ્વારા દુકાનના તાળા તોડી અંદર રાખેલા ચાંદીના અને જર્મન સિલ્વરના વાસણો, સિક્કા તેમજ રૂ.1.52 લાખની રોકડ રકમની ચોરી કરી હતી આ ઘટનાની જાણ RMCના સફાઈ કર્મી દ્વારા દુકાન માલિકને કરવામાં આવી હતી જેથી તાત્કાલિક બહારગામથી ગયેલા વેપારીએ રાજકો આવી તપાસ કરતા ચોરી થયા અંગે જાણ પોલીસને કરી ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ડો. શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત વિશેષ સંબોધન કાર્યક્રમ:ડો. જગદીશ પટેલે વલસાડમાં કહ્યું- દેશનો નકશો બદલાતો બચાવ્યો
    Next Article
    આદ્રી બીચ પર વરસતા વરસાદમાં સિંહણની લટાર:દરિયાકિનારા તરફથી રસ્તો ઓળંગી રહેલી સિંહણ કેમેરામાં કેદ, વીડિયો વાયરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment