Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી-NCRમાં AQI 240ને પાર, GRAP-1 લાગુ:હોટલોમાં તંદૂર અને જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ; દિલ્હીમાં ખરાબ હવાના કારણે દર વર્ષે 12,000 લોકોનાં મોત

    2 days ago

    દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તા ખરાબ થયા બાદ બુધવારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના પ્રથમ તબક્કાની પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત રેસ્ટોરાંના તંદૂરમાં કોલસા અને લાકડાના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. ડીઝલ જનરેટરનો ઉપયોગ માત્ર કટોકટી અથવા જરૂરી પરિસ્થિતિઓમાં જ કરી શકાશે. વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM) અનુસાર, દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 20 ઓક્ટોબરે 179 હતો, જે 21 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યે વધીને 244 પર પહોંચી ગયો. હવામાન એજન્સીઓએ આગામી દિવસોમાં પણ AQI ખરાબ શ્રેણીમાં રહેવાની આગાહી કરી છે. ‘ધ લાન્સેટ’ના 2024ના અભ્યાસ અનુસાર, ભારતનાં 10 મુખ્ય શહેરોમાં દિલ્હીની સ્થિતિ સૌથી ખરાબ છે, જ્યાં પ્રદૂષિત હવા દર વર્ષે 12,000 લોકોનાં જીવ લઈ રહી છે. હવાની ગુણવત્તાનું સ્તર ખરાબ થાય ત્યારે GRAP લાગુ થાય છે હવાના પ્રદૂષણના સ્તરની તપાસ કરવા માટે તેને 4 શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યું છે. દરેક સ્તર માટે માપદંડો અને ઉપાયો નક્કી કરવામાં આવ્યા છે. તેને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) કહેવામાં આવે છે. તેની 4 શ્રેણીઓ હેઠળ સરકાર પ્રતિબંધો લાદે છે અને પ્રદૂષણ ઘટાડવાના ઉપાયો જાહેર કરે છે. એર ક્વોલિટી ઇન્ડેક્સનો અર્થ શું છે? એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) એક પ્રકારનું સાધન છે, જે માપે છે કે હવા કેટલી સ્વચ્છ અને શુદ્ધ છે. તેની મદદથી આપણે એ વાતનો પણ અંદાજ લગાવી શકીએ છીએ કે તેમાં રહેલા હવાના પ્રદૂષકો આપણા સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડી શકે છે. AQI મુખ્યત્વે 5 સામાન્ય વાયુ પ્રદૂષકોની સાંદ્રતાને માપે છે. તેમાં ગ્રાઉન્ડ લેવલ ઓઝોન, પાર્ટિકલ પ્રદૂષણ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડનો સમાવેશ થાય છે. તમે AQIને તમારા મોબાઇલ ફોન પર અથવા સમાચારોમાં સામાન્ય રીતે 80, 102, 184, 250 જેવા આંકડાઓમાં જોયો હશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર યાર્ડમાં માલગાડીના બે વેગન પાટા પરથી ઉતર્યા:2 પેસેન્જર ટ્રેનો આંશિક રીતે રદ, 7 ટ્રેનો ડાયવર્ટ કરાતા રેલ વ્યવહાર ખોરવાયો, હજારો મુસાફરોને હાલાકી
    Next Article
    સેંગોલ બનાવનાર એથિરાજનું નિધન, 99 વર્ષના હતા:1947માં નેહરુને મળ્યો, મોદીએ 2023માં સંસદમાં લાવ્યા; પરિવાર 71 વર્ષ સુધી અજાણ રહ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment