Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં સ્મૃતિ મંધાના, હરમનપ્રીત સહિતના પ્લેયરનું આગમન:એરપોર્ટ પર ફેન્સનો જમાવડો, કોટંબી સ્ટેડિયમમાં ભારત-ઝિમ્બાબ્વે મહિલા વન-ડે સીરિઝ

    2 days ago

    વડોદરામાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટીમોના ભવ્ય આગમન સાથે વનડે મેચ રમાવવા જઈ રહી છે. કોટંબી સ્થિત બરોડા ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમ ખાતે ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ટીમો વચ્ચે આગામી 23, 25 અને 28 ઑક્ટોબરે ત્રણ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ રમાશે. આ મુકાબલાઓને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચોનો આનંદ સ્ટેડિયમમાં બેસીને માણવા ચાહકો ઉત્સાહપૂર્વક ટિકિટોની ખરીદી કરી રહ્યા છે. આજે બંને ટીમોનું વડોદરામાં ભવ્ય આગમન થઈ રહ્યું છે. ત્યારે ટીમ ઇન્ડિયા મહિલા ટીમ વડોદરા એરપોર્ટ પર પહોંચતા જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્મૃતિ, હરમનપ્રીત સહિતના પ્લેયરનું આગમન ભારતીય મહિલા ટીમનાં નવનિયુક્ત કપ્તાન સ્મૃતિ મંધાના, ભૂતપૂર્વ કપ્તાન હરમનપ્રીત કૌર, વન-ડે ટીમનાં ઉપકપ્તાન દીપ્તિ શર્મા અને વડોદરાની દીકરી યાસ્તિકા ભાટિયા સહિતની સ્ટાર ખેલાડીઓનું આગમન ક્રિકેટપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણ બનશે. પોતાની મનપસંદ ખેલાડીઓને કોટંબી સ્ટેડિયમના મેદાન પર રમતી નિહાળવા ચાહકો આતુર બન્યા છે. મહિલા ક્રિકેટરોનું વડોદરા એરપોર્ટ પર આગમન, 3 તસવીર 900થી વધુ સભ્યોએ ત્રણેય મેચોની ટિકિટો મેળવી લીધી ‘ટિકિટ જીની’ એપ મારફતે ક્રિકેટપ્રેમીઓ ટિકિટો ખરીદી રહ્યા છે. બરોડા ક્રિકેટ એસોસિએશનના સભ્યોમાં પણ સિરીઝને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે. એસોસિએશન દ્વારા યોજાયેલા ટિકિટ વિતરણ દરમિયાન 900થી વધુ સભ્યોએ ત્રણેય મેચોની ટિકિટો મેળવી લીધી છે. સભ્યોનો આ પ્રતિસાદ અને ચાહકોની ટિકિટ ખરીદી સિરીઝ પ્રત્યેની આતુરતા દર્શાવે છે. ભારતીય ટીમ હયાત હોટેલમાં રોકાશે સિરીઝમાં ભાગ લેવા માટે ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ટીમોનું આજે આગમન થઈ રહ્યું છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ ભારતીય મહિલા ટીમ આજે વડોદરા એરપોર્ટ પર આવી ચૂકી છે અને અહીંથી હયાત પ્લેસ વડોદરા ખાતે પહોંચશે. ટીમનો ઉતારો નીલાંબર ટ્રાયમ્ફ, નીલાંબર સર્કલ, વાસણા–ગોત્રી મેઇન રોડ સ્થિત આ હોટેલમાં રહેશે. ઝિમ્બાબ્વે ટીમ આઈટીસીમાં રહેશે ઝિમ્બાબ્વેની મહિલા ટીમ સજના સમયે વડોદરા આવશે જે વેલકમહોટેલ બાય આઈટીસી હોટલ્સ, આર.સી. દત્ત રોડ, અલકાપુરી, વડોદરા ખાતે પહોંચશે અને ત્યાં રોકાશે. ત્રણેય મુકાબલાઓમાં આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટનો રોમાંચ બંને ટીમોના આગમન સાથે શહેરમાં સિરીઝનો ઉત્સાહ વધુ વેગ પકડશે. કોટંબી સ્ટેડિયમ ખાતે યોજાનારા ત્રણેય મુકાબલાઓમાં આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટની પ્રતિભા અને રોમાંચનો સંગમ જોવા મળશે. બેટ અને બોલ વચ્ચેની ટક્કર અને ચાહકોના જોશ સાથે કોટંબી સ્ટેડિયમમાં મહિલા ક્રિકેટનો યાદગાર ઉત્સવ જામશે. વડોદરાના કોટંબી સ્ટેડિયમની ફેસીલીટી જાણો
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકા 23 ઓક્ટોબરથી સ્વદેશી મેળો યોજશે:સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવા પ્રગતિ મેદાન પાસે 50 સ્ટોલ, સાંસદ ઉદ્ઘાટન કરશે
    Next Article
    બંધ ટ્રક પાછળ ઇલેક્ટ્રિક કાર ઘૂસી; માતા-પુત્રીનું મોત:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત; રાજસ્થાન દર્શન કરી મહારાષ્ટ્ર જતા હતા; 4 ઈજાગ્રસ્ત હોસ્પિટલ ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment