Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકા 23 ઓક્ટોબરથી સ્વદેશી મેળો યોજશે:સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવા પ્રગતિ મેદાન પાસે 50 સ્ટોલ, સાંસદ ઉદ્ઘાટન કરશે

    2 days ago

    પાટણ નગરપાલિકા દ્વારા સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને વેપારીઓને બજાર પૂરું પાડવાના હેતુથી આગામી 23/10/2026ના રોજ બી. એમ. હાઈસ્કૂલ સામે આવેલા પ્રગતિ મેદાન નજીક 'સ્વદેશી મેળો (શોપિંગ ફેસ્ટીવલ)' યોજાશે, જેમાં 50 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવશે. પાટણ નગરપાલિકા દ્વારા 'વોકલ ફોર લોકલ' અને 'હર ઘર સ્વદેશી'ના અભિગમ સાથે સ્થાનિક વેપાર-રોજગારને ગતિ આપવા માટે આ શોપિંગ ફેસ્ટીવલનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ મેળો તારીખ 23/10/2026, શુક્રવારના રોજ બી. એમ. હાઈસ્કૂલ સામે, પ્રગતિ મેદાનની બાજુમાં આવેલા મેદાન ખાતે શરૂ થશે. સ્થાનિક કક્ષાએ બનતી વિવિધ વસ્તુઓ અને ઉત્પાદનોનું સીધું વેચાણ થઈ શકે તેમજ સ્થાનિક વેપારીઓને એક સક્ષમ મંચ મળી રહે તે માટે સમગ્ર પરિસરમાં 50 જેટલા સ્ટોલ તૈયાર કરાશે. આ કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન પાટણના સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ, પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી લાલજી દેસાઈ, સંજય પટેલ અને બાબુ ઠાકોર ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ તેમજ શહેર મહામંત્રી જીગ્નેશ સોની અને મનીષ મોદી પણ હાજરી આપશે. કાર્યક્રમના નિમંત્રક તરીકે પાટણ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, કારોબારી સમિતિ ચેરમેન નિલમ પટેલ, દંડક મનીષાબેન પ્રજાપતિ, શાસક પક્ષ નેતા ડૉ. મનોજ ઠાકોર, સમાજ કલ્યાણ શાખા ચેરમેન છાયાબેન પટેલ, ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સહિત પાલિકાના તમામ સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.
    Click here to Read More
    Previous Article
    'આત્મરક્ષા માટે મજબૂત થવું જ પડશે':રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં શહીદ સ્મારક દિવાલનું ઉદ્ઘાટન, રાજ્યપાલે કહ્યું- 'ઝેર વગરના સાપને કોઈ મહત્ત્વ ન આપે'
    Next Article
    વડોદરામાં સ્મૃતિ મંધાના, હરમનપ્રીત સહિતના પ્લેયરનું આગમન:એરપોર્ટ પર ફેન્સનો જમાવડો, કોટંબી સ્ટેડિયમમાં ભારત-ઝિમ્બાબ્વે મહિલા વન-ડે સીરિઝ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment