Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આત્મરક્ષા માટે મજબૂત થવું જ પડશે':રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં શહીદ સ્મારક દિવાલનું ઉદ્ઘાટન, રાજ્યપાલે કહ્યું- 'ઝેર વગરના સાપને કોઈ મહત્ત્વ ન આપે'

    2 days ago

    રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે પોલીસ સ્મૃતિ દિવસ-2026ની ઉજવણી દરમિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેશની સુરક્ષા માટે પ્રાણનું બલિદાન આપનારા વીર પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમણે શહીદ પોલીસકર્મીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને તેમના ત્યાગ અને સમર્પણને સન્માનપૂર્વક નમન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન શહીદ સ્મારક દિવાલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ગુજરાત પોલીસના શહીદોની વિગતો દર્શાવતા ડિજિટલ ડેશબોર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 'શાંતિ અને કરુણાનો અર્થ નબળાઈ નથી' રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ભારત ભગવાન બુદ્ધની ભૂમિ છે અને શાંતિપ્રિય દેશ છે. ભારતીય સંસ્કૃતિ દરેક જીવ પ્રત્યે દયા અને કરુણાનો ભાવ રાખવાનું શીખવે છે. જોકે, શાંતિ અને કરુણાનો અર્થ નબળાઈ નથી. દેશ અને સમાજની સુરક્ષા માટે આત્મરક્ષા કરવાની ક્ષમતા કેળવવી એટલી જ જરૂરી છે. 'સારા અને ભલા માણસોને હેરાન કરવામાં આવે છે' તેમણે કહ્યું હતું કે આ ધરતી કાયરો માટે નથી. અન્યાય અને દુષ્ટતાનો સામનો કરવા માટે વ્યક્તિએ મજબૂત બનવું જોઈએ. સારા અને ભલા માણસોને ઘણી વખત વધુ હેરાન કરવામાં આવે છે, તેથી માત્ર સજ્જનતા પૂરતી નથી, જરૂર પડે ત્યારે પોતાની અને સમાજની રક્ષા કરી શકે તેવી શક્તિ પણ હોવી જોઈએ. 'શસ્ત્રથી સજ્જ દેશ જ શાસ્ત્રની ચર્ચા કરી શકે' રાજ્યપાલે શસ્ત્ર અને શાસ્ત્રના મહત્ત્વ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, જે દેશ શસ્ત્રોથી સજ્જ હોય છે, એ જ દેશમાં શાસ્ત્રોની ચર્ચા થઈ શકે છે. શાંતિ જાળવવા માટે સુરક્ષા અને શક્તિ અનિવાર્ય છે. તેમણે ‘ઝેર વગરના સાપને કોઈ મહત્ત્વ આપતું નથી’ એવા ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું કે પોતાની સુરક્ષા માટે સક્ષમ બનવું જરૂરી છે. શહીદોના બલિદાનને ડિજિટલ માધ્યમથી પણ સન્માન પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે શરૂ કરાયેલા ડિજિટલ ડેશબોર્ડથી ગુજરાત પોલીસના શહીદોની સ્મૃતિ અને તેમની વિગતોને ડિજિટલ માધ્યમથી રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે શહીદ સ્મારક દિવાલ પોલીસકર્મીઓના સર્વોચ્ચ બલિદાન અને દેશસેવાના સંકલ્પની યાદ અપાવશે. કાર્યક્રમમાં શહીદ પોલીસકર્મીઓના બલિદાનને યાદ કરીને દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા પોલીસ જવાનોના સાહસ, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાને બિરદાવવામાં આવ્યાં હતાં.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર નજીક માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતર્યા:દુધરેજ પાસે મામાના મંદિર નજીક ઘટના, રાજકોટ-સુરેન્દ્રનગર રેલ માર્ગ ખોરવાયો
    Next Article
    પાટણ નગરપાલિકા 23 ઓક્ટોબરથી સ્વદેશી મેળો યોજશે:સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવા પ્રગતિ મેદાન પાસે 50 સ્ટોલ, સાંસદ ઉદ્ઘાટન કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment