Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રામાં મંત્રી કાંતિ અમૃતિયાના હસ્તે લોકમેળાનો શુભારંભ:નાયબ મુખ્ય દંડક પણ હાજર રહ્યા; નગરપાલિકા દ્વારા 4 દિવસીય મેળાનું આયોજન

    6 hours ago

    ધ્રાંગધ્રામાં ચાર દિવસીય લોકમેળાનો શુભારંભ થયો છે. રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કાંતિ અમૃતિયાએ આ મેળાનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજા પણ હાજર રહ્યા હતા. ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આ મેળાનું આયોજન કરાયું છે. મેળાના ઉદ્ઘાટન સમયે મંત્રી કાંતિ અમૃતિયાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર વિકાસની સાથે સંસ્કૃતિ, ધર્મ અને મનોરંજનને જાળવી રાખવા પ્રયાસ કરી રહી છે. તેમણે જૂના સમયને યાદ કરતા કહ્યું કે, પહેલા લોકો બળદગાડાં અને ભાથાં સાથે મેળામાં આવતા અને ત્યાં જ સગાઈ-સગપણ પણ થતા હતા. મંત્રીએ જણાવ્યું કે, ધ્રાંગધ્રાનો આ ચાર દિવસીય મેળો શિસ્તબદ્ધ રીતે યોજાય અને સ્થાનિક વેપારીઓ તેમજ કલાકારોને તેનો લાભ મળે તે માટે સારું આયોજન કરાયું છે. તેમણે વધુમાં કહ્યું કે, ધ્રાંગધ્રા પથ્થર-શિલ્પકળામાં મોટું યોગદાન આપે છે. દેશભરના મંદિરોમાં અહીંના પથ્થરો અને મૂર્તિઓનો ઉપયોગ થાય છે. શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ વિભાગ આ સ્થાનિક કળા અને રોજગારીને પ્રોત્સાહન આપવા માટે મદદ કરશે. મંત્રીએ મોરબીમાં બનેલા 'નમો વન' અને 15,000 પશુઓ માટેના પાંજરાપોળ જેવા સેવા કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે ધ્રાંગધ્રામાં પણ માનવ મંદિર અને યોગ કેન્દ્ર જેવી પ્રવૃત્તિઓ વિકસાવવા પર ભાર મૂક્યો. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ કહ્યું કે, સૌરાષ્ટ્રની ધરતી પર જન્માષ્ટમી નિમિત્તે યોજાતો ધ્રાંગધ્રાનો આ ઐતિહાસિક મેળો આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખવાનું એક ખાસ માધ્યમ છે. ગુજરાત વિકાસના નવા ક્ષેત્રો સર કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, આવા મેળાઓ સંસ્કૃતિનું જતન કરવાની સાથે નાના વેપારીઓ, ફાસ્ટફૂડ સ્ટોલધારકો અને રમકડાં વેચનારાઓ માટે રોજગારીનું સાધન પણ બને છે. તેમણે વધુમાં કહ્યું કે, આ મેળો સ્થાનિક અને બહારના કલાકારોને સારું પ્લેટફોર્મ આપે છે અને જિલ્લાના લોકોને સાંસ્કૃતિક આનંદ પૂરો પાડે છે. તેમણે મુલાકાતીઓને સુરક્ષા જાળવવા અને મેળાનું મેદાન સ્વચ્છ રાખવા અપીલ કરી હતી. જગદીશ મકવાણાએ લોકોની સુરક્ષા અને સુવિધા માટે સતત કામ કરતા પોલીસ જવાનો, હોમગાર્ડ અને વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર PGVCLના બે દિવસના દરોડા:54 વીજચોરીના કેસ પકડી રૂ. 42.23 લાખનો દંડ ફટકાર્યો
    Next Article
    સોમનાથ મહાદેવને ચંદનલેપ અને બોરસલીનો વિશેષ શૃંગાર:પ્રથમ જ્યોતિર્લિંગમાં ભક્તોએ કર્યા દિવ્ય દર્શન, વિશ્વ શાંતિ માટે કરાયો શૃંગાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment