Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના ચર્ચિત ‘રાસલોક’ ગરબા વિવાદ:ડોક્ટર મિત્ર સાથે આવેલા બિન-હિન્દુ યુવક સામે મોડી રાત્રે બે વાગ્યે ગુનો દાખલ કર્યો

    16 hours ago

    નવસારીના ચર્ચિત 'રાસલોક' ગરબા મહોત્સવમાં નવરાત્રીની રાત્રે એક બિન-હિન્દુ યુવક ગરબે રમતો હોવાનું ધ્યાને આવતાં ભારે વિવાદ અને હોબાળો સર્જાયો હતો. આ અંગેની જાણ થતાં જ આસપાસના લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. સ્થાનિકોની રજૂઆત બાદ પોલીસે તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી મોડી રાત્રે 2 વાગ્યે કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને યુવક સામે ગુનો દાખલ કર્યો હતો. આ બનાવને પગલે સમગ્ર ગરબા ગ્રાઉન્ડ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઓળખ છુપાવી રમતો હોવાનો આરોપ અને ફરિયાદ મળતી માહિતી મુજબ, સ્થાનિક ડૉક્ટર નિશિથ નાયક પોતાના પુરુષ મિત્ર મોહસીન મકબુલ ભટ્ટ સાથે ગરબા ગ્રાઉન્ડમાં આવ્યા હતા. મોહસીન ગરબે ઘૂમી રહ્યો હતો ત્યારે કિરણ પુરોહિત નામના વ્યક્તિનું તેના પર ધ્યાન ગયું હતું. યુવકની ઓળખ છતી થતાં જ સ્થળ પર લોકો એકત્રિત થઈ ગયા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે યુવકે સોશિયલ મીડિયા પર દુબઈનું લોકેશન બતાવ્યું હતું, પરંતુ તે નવસારીના રાસલોક ગરબામાં રમતો હતો. આ મામલે લક્ષિતકુમાર સેનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. તંત્ર અને આયોજકોની સુરક્ષા સામે સવાલો નવરાત્રી પર્વ શરૂ થતાં પૂર્વે જ વિવિધ સંગઠનો દ્વારા ગરબા આયોજકોને પ્રવેશદ્વાર પર કડક ચેકિંગ રાખવા અને અન્ય ધર્મના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા અંગે અપીલ કરવામાં આવી હતી. આમ છતાં, વિવાદની જાણ હોવા છતાં ડૉક્ટર દ્વારા મિત્રને ગરબામાં લાવવાની ઘટના સામે આવતાં સ્થાનિકો અને સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ ગરબા ગ્રાઉન્ડ્સ પર પાસ ચકાસણી અને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા માટેની માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રિયાએ કહ્યું- મને એકલામાં મળવા આવી જા:પરિણીત પ્રેમિકાનો વીડિયો કોલ આવતા પ્રેમીને થઇ ખાતરી, ગામ છોડીને 26 કિલોમીટર દૂર પહોંચ્યો
    Next Article
    જૂથડ ગામે પાણીના બોરમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો:માળિયા હાટીના તાલુકાના જૂથડ ગામે વીસ લાખના ખર્ચે થયેલા બોરવેલના કામોમાં ગેરરીતિના આક્ષેપો,TDOએ કહ્યું અમે માત્ર બે બોરની મંજૂરી આપી,ભ્રષ્ટાચારના ગંભીર સામે તપાસના આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment