Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદથી 'ઈઝી કનેક્ટ' ફ્લાઈટ શરૂ:ગુજરાતના મુસાફરોને 26 ઈન્ટરનેશનલ સ્થળોની સીધી કનેક્ટિવિટી, દિલ્હીથી બેગેજ ચેક-ઈન કે ટર્મિનલ ચેન્જની ઝંઝટમાંથી મુક્તિ

    13 hours ago

    કેન્દ્ર સરકારના 'હબ-એન્ડ-સ્પોક' મોડલ અંતર્ગત એર ઈન્ડિયાએ અમદાવાદ એરપોર્ટથી ‘ઈઝી કનેક્ટ’ ફ્લાઈટ્સની શરૂઆત કરી છે. અમૃતસર અને વારાણસી બાદ આ સુવિધા મેળવનાર અમદાવાદ દેશનું ત્રીજું શહેર બન્યું છે. આ સેવા હેઠળ અમદાવાદથી દિલ્હી થઈને વિદેશ જતાં મુસાફરોને અમદાવાદ એરપોર્ટ પર જ થ્રૂ-ચેક-ઈન અને ઈમિગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની સુવિધા મળશે, જેથી દિલ્હી ખાતે ફરીથી બેગેજ ચેક-ઈન કે ટર્મિનલ બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. ‘ઈઝી કનેક્ટ’ ફ્લાઈટ્સનું શિડ્યુલ ફ્લાઈટ AI1117 સવારે 8:25 વાગ્યે અમદાવાદથી ઉપડી સવારે 10:15 વાગ્યે દિલ્હી પહોંચશે. આ ફ્લાઈટ દિલ્હીથી શાંઘાઈ, કાઠમંડુ, દુબઈ, એમ્સ્ટરડેમ, મનીલા, પેરિસ, કોલંબો, ફ્રેન્કફર્ટ, લંડન, મિલાન, કુઆલાલમ્પુર, રિયાધ, રોમ અને ઝ્યુરિખ સહિતના શહેરોની કનેક્ટિવિટી મળશે. ફ્લાઈટ AI1121 રાત્રે 8:15 વાગ્યે અમદાવાદથી ઉપડી રાત્રે 10:00 વાગ્યે દિલ્હી પહોંચશે. આ ફ્લાઈટને દિલ્હીથી સિંગાપોર, સિયોલ, બેંગકોક, દુબઈ, ટોરોન્ટો, સિડની અને લંડન સહિતના શહેરોની કનેક્ટિવિટી મળશે. આ સેવાઓ 1 અને 2 સપ્ટેમ્બરથી કાર્યરત કરવામાં આવી છે. આ બંને ફ્લાઈટને દિલ્હી એરપોર્ટથી 4 કલાકની અંદર અમેરિકા, કેનેડા, યુકે, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ગલ્ફ દેશો સહિત 26 આંતરરાષ્ટ્રીય સ્થળો માટે કનેક્ટિવિટી મળશે. ગુજરાતમાં વેપાર, પ્રવાસન અને વૈશ્વિક અવરજવરને મોટો વેગ મળશે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, આ પહેલથી ગુજરાતમાં વેપાર, પ્રવાસન અને વૈશ્વિક અવરજવરને મોટો વેગ મળશે. એર ઇન્ડિયા અનુસાર ભારતમાં દર વર્ષે લગભગ 25 મિલિયન મુસાફરો લાંબા અંતરની મુસાફરી કરે છે, જેમાંથી 20 મિલિયન મુસાફરો કનેક્ટિંગ પેસેન્જર છે. હાલ આવા લગભગ 85% પેસેન્જરો વિદેશી હબ મારફતે ટ્રાન્ઝિટ કરે છે. 'ઈઝી કનેક્ટ' સુવિધાનો લાભ લેતા ભારતીય નાગરિકો માટે DigiYatra એપ્લિકેશનમાં નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.
    Click here to Read More
    Previous Article
    નિલેશ કાથડને પ્રતિષ્ઠિત 'કેસરબા' દલિત સાહિત્ય એવોર્ડ એનાયત.:દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનના અધિવેશનમાં જૂનાગઢના જાણીતા કવિ અને લેખક નિલેશ કાથડ પ્રતિષ્ઠિત 'કેસરબા' એવોર્ડથી સન્માનિત થતાં શુભેચ્છા વર્ષા.
    Next Article
    વેરાવળની દર્શન શાળામાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી:વિદ્યાર્થીઓ રાધા-કૃષ્ણ બન્યા, મટકી ફોડ અને રાસ-ગરબાનું આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment