Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠગ દંપતિની ધરપકડ બાદ ખુલાસો:અનિલ વિભાણીના 3 બેંક લોકરમાંથી 7.60 કરોડનો મુદ્દામાલ જપ્ત

    16 hours ago

    રાજ્યભરમાં સનસનાટી મચાવનારા હાઈપ્રોફાઈલ છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાયેલા 'બેતાજ બાદશાહ' અનિલ વિભાણી અને તેની પત્ની જીમી વિભાણીના ચોંકાવનારા કારનામાઓ પરથી એક પછી એક મોટા પડદા ઊંચકાઈ રહ્યા છે. હાઈપ્રોફાઈલ ઠગ દંપતીની ધરપકડ બાદ હાથ ધરાયેલી સઘન તપાસમાં તેમના અલગ-અલગ શહેરોમાં આવેલા બેંક લોકર્સમાંથી અઢળક સોનું, ચાંદી, કિંમતી રોકાણો અને દસ્તાવેજો મળી આવ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં દંપતીના લોકર્સમાંથી કરોડો રૂપિયાની કાળી કમાણીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સરકારી વિભાગોમાં વગ હોવાનો દાવો કરી આચરતા કરોડોની ઠગાઈ પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, અનિલ વિભાણી અને તેની પત્ની જીમી વિભાણી પોતાની ઓળખ 'લાયઝનિંગ કમ એજન્ટ' તરીકે આપતા હતા. તેઓ ભોગ બનનારા સામાન્ય તેમજ મોટા વેપારીઓને એવો વિશ્વાસ અપાવતા હતા કે વિવિધ સરકારી વિભાગોમાં તેમની ઊંચી વગ અને સારી ઓળખાણ છે, જેનાથી તેઓ ગમે તેવા અટકેલા કામો ચપટીમાં કરાવી આપી શકે છે. આ ખોટા દાવા અને સેટલમેન્ટના બહાને દંપતીએ રાજ્યભરમાં અસંખ્ય લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા હતા. અલગ-અલગ શહેરોના બેંક લોકર્સમાંથી ખૂલ્યો કુબેરનો ખજાનો ઠગ દંપતીની ધરપકડ બાદ પોલીસે તેમની કાળી કમાણીના સગડ મેળવવા બેંક ખાતાઓ અને લોકર્સની તપાસ શરૂ કરી હતી. બંનેના સંયુક્ત નામે ચાલતા ત્રણ અલગ-અલગ બેંક લોકર્સ ઓપરેટ કરવામાં આવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. લોકર્સની તપાસ દરમિયાન નીચે મુજબનો મસમોટો મુદ્દામાલ મળી આવ્યો છે: અહીંના લોકરમાંથી પોલીસે સૌથી મોટો જથ્થો જપ્ત કર્યો છે, જેમાં 4.5 કિલો સોનું અને 837 ગ્રામ ચાંદી મળી કુલ રૂપિયા 6.30 કરોડની કિંમતી મતા મળી આવી છે. આ ઉપરાંત 11 જેટલી જુદી-જુદી કિંમતી વીમા પોલિસીઓ પણ જપ્ત કરાઈ છે. ધ્રાંગધ્રા ખાતે આવેલા બે લોકર્સની તપાસ દરમિયાન અંદાજે રૂપિયા 1 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના અને કિંમતી બ્રાન્ડેડ ઘડિયાળો મળી આવી છે. સાથે જ પ્રોપર્ટીના દસ્તાવેજો અને 22 જેટલી ઇન્સ્યોરન્સ વીમા પોલિસીઓ પણ હાથ લાગી છે. સુરતની બેંકમાં આવેલા લોકરમાંથી પણ પોલીસે આશરે રૂપિયા 30 લાખની કિંમતના કિંમતી દાગીનાઓ શોધી કાઢીને જપ્ત કર્યા છે. કેનેડા ફ્રોડના પૈસા પરત અપાવવા અને ગરબા ઇવેન્ટના નામે મોટી છેતરપિંડી આ શાતિર દંપતીએ ગુના આચરવામાં કોઈ કસર છોડી નહોતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, વિજાપુરના એક વેપારી સાથે કેનેડામાં મોટી છેતરપિંડી થઈ હતી. ઠગ અનિલ વિભાણી અને તેની પત્નીએ આ વેપારીને પોતાની સરકારી ઓળખાણના જોરે કેનેડામાં ફસાયેલા તમામ નાણાં હેમખેમ પરત લાવી આપવાનો મજબૂત વિશ્વાસ આપ્યો હતો. આ કામ પેટે દંપતીએ ફરિયાદી વેપારી પાસેથી કટકે-કટકે રૂપિયા 2.27 કરોડ પડાવી લીધા હતા. આ ઉપરાંત, તેમણે ‘નોરતા નગરી’ નામે યોજાયેલી એક મોટી ગરબા ઇવેન્ટમાં સ્પોન્સરશીપ અપાવવાનું કહીને ત્યાં પણ આયોજકો અને વેપારીઓ સાથે રૂપિયા 4.75 કરોડની મસમોટી છેતરપિંડી આચરી હોવાનું સત્તાવાર રીતે ખુલ્યું છે. છેતરપિંડીનો આંકડો હજુ પણ વધવાની આશંકા અનિલ વિભાણી અને જીમી વિભાણીની ધરપકડના સમાચાર વાયુવેગે પ્રસરતા જ, આ દંપતીનો શિકાર બનેલા અન્ય અનેક વેપારીઓ અને નાગરિકો હવે પોલીસ સમક્ષ પોતાની ફરિયાદો લઈને આવી રહ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, હજી પણ ઘણા ભોગ બનનાર લોકો સામે આવી રહ્યા હોવાથી આગામી દિવસોમાં આ ઠગ દંપતીએ આચરેલી છેતરપિંડીનો કુલ આંકડો ક્યાંય ઉપર પહોંચે એવી પૂરેપૂરી શક્યતા છે. પોલીસે તમામ રિકવર કરેલી મતા જપ્ત કરી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર પોલીસે અરજદારના 26 લાખ રૂપિયા પરત અપાવ્યા:ફ્લેટ બુકિંગના નાણાં પરત કરાવી સુખદ સમાધાન કરાવ્યું
    Next Article
    પાટણમાં મહિલાએ એક સાથે 3 બાળકોને જન્મ આપ્યો:હાઈરિસ્ક કેસમાં સફળ સિઝેરિયન, ત્રણેય બાળકો તંદુરસ્ત; ડોક્ટરે કહ્યું, 'હજારોમાં આવો એક કેસ બને છે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment