Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાનપુરા શાકભાજી માર્કેટમાં વિશાળ ઝાડ ધરાશાયી:3 લોકો દબાતા ફાયર દ્વારા રેસ્ક્યૂ, દુકાન-વાહનોમાં ભારે નુકસાન; રૂંવાડાં ઊભાં કરી દેતો વીડિયો

    14 hours ago

    સુરતના અતિવ્યસ્ત નાનપુરા વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. નાનપુરા શાકભાજી માર્કેટ પાસે એક વિશાળકાય વૃક્ષ અચાનક ધરાશાયી થતાં અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. માર્કેટનો સમય હોવાથી ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે હાજર હતા. વૃક્ષ પડવાની આ સમગ્ર ઘટનાનો ભયાનક લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં અચાનક વૃક્ષ તૂટી પડતાં લોકો જીવ બચાવવા ભાગતા નજરે પડે છે. વાહનો અને દુકાનોમાં નુકસાન વૃક્ષ ધરાશાયી થતાં જ તેની નીચે ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે દબાઈ ગયા હતા. આ ઉપરાંત રસ્તા પર ઊભેલાં વાહનો અને આસપાસની દુકાનોને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઝાડ કાપી દટાયેલા લોકોનું રેસ્ક્યૂ ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે તાબડતોબ કટર મશીન વડે વૃક્ષની ડાળીઓ અને થડ કાપી યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયરના જવાનોએ ઝાડ નીચે દબાયેલા ત્રણેય વ્યક્તિને હેમખેમ બહાર કાઢ્યા હતા. જોકે, ત્રણેયને ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આટલી મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, જેથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    શુભમન ગિલ પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો:સિરાજનો બોલ તેની જમણી કોણી પર વાગ્યો, ત્યારબાદ ફિઝિયોએ આઈસ પેક લગાવ્યું
    Next Article
    વઢવાણમાં 1ઓક્ટોબરથી પ્રદર્શન સહ વેચાણ મેળો યોજાશે:મહિલા કારીગરોએ સ્ટોલ મેળવવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment