Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાં 1ઓક્ટોબરથી પ્રદર્શન સહ વેચાણ મેળો યોજાશે:મહિલા કારીગરોએ સ્ટોલ મેળવવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

    13 hours ago

    સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે 1 થી 10 ઓક્ટોબર, 2026 દરમિયાન 'પ્રદર્શન સહ વેચાણ મેળો' યોજાશે. આ મેળાનું આયોજન ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર અને મહિલા અને બાળ અધિકારીની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. મેળો વઢવાણના મંગલભુવન ખાતે યોજાશે. મેળામાં ભાગ લેવા ઈચ્છુક મહિલા કારીગરો માટે સ્ટોલ મેળવવા ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે. મહિલા કારીગરોએ મહિલા આર્થિક વિકાસ નિગમની અધિકૃત વેબસાઈટ www.mela.gwedc.gov.in પર આપેલી રજીસ્ટ્રેશન લિંકનો ઉપયોગ કરીને પોતાનું નોંધણી ફોર્મ ભરવાનું રહેશે. જિલ્લા મહિલા અને બાળ અધિકારી, સુરેન્દ્રનગર દ્વારા સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારના તમામ નાગરિકોને આ મેળાની મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે. નાગરિકો મહિલા કારીગરો દ્વારા હાથથી તૈયાર કરાયેલી વિવિધ વસ્તુઓની ખરીદી કરીને તેમને પ્રોત્સાહિત કરી શકે છે. વધુમાં વધુ મહિલા કારીગરોને આ મેળામાં સહભાગી થવા પણ અનુરોધ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    નાનપુરા શાકભાજી માર્કેટમાં વિશાળ ઝાડ ધરાશાયી:3 લોકો દબાતા ફાયર દ્વારા રેસ્ક્યૂ, દુકાન-વાહનોમાં ભારે નુકસાન; રૂંવાડાં ઊભાં કરી દેતો વીડિયો
    Next Article
    ચાંદખેડામાં પતિની પત્ની સામે કાળાજાદૂની ફરિયાદ:લગ્ન બાદ તાંત્રિક વિધિના નામે રૂપિયા પડાવ્યાનો આક્ષેપ, ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment