Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાદર ગામની સીમમાં દેશી બંદૂક સાથે 55 વર્ષીય શખ્સ ઝડપાયો:બનાસ નદી પાસેની બાવળોની ઝાડીમાંથી ₹2,500ની બંદૂક મળી; સમી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

    8 hours ago

    પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદર ગામની સીમમાં દેશી બંદૂક સાથે ફરતા 55 વર્ષીય ભુપતજી ધારશીજી ઠાકોરને પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ઝડપી પાડ્યો. પોલીસે તેની પાસેથી રૂ. 2,500ની કિંમતની દેશી હાથ બનાવટની બંદૂક કબજે કરી છે. જિલ્લામાં હથિયારબંધીના જાહેરનામાનો અમલ કરાવવા સૂચના અપાઈ હતી. તેના પગલે પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ SOGની ટીમ સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે દાદરથી ખાખલ જતા રસ્તે બનાસ નદી પાસેની બાવળોની ઝાડીમાં એક શખ્સ દેશી બંદૂક સાથે ફરી રહ્યો છે. ટીમે ત્યાં તપાસ કરતાં રણાવાડા ગામના રહેવાસી ભુપતજી ઠાકોર પાસ-પરવાનો વગરની બંદૂક સાથે મળી આવ્યો હતો. પોલીસે બંદૂક કબજે કરી ભુપતજી ઠાકોરની અટકાયત કરી હતી. સમી પોલીસ સ્ટેશનમાં તેની સામે આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)એ અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધાયો છે. વધુ તપાસ માટે તેને સમી પોલીસને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડની 328 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે:315 પંચાયતોમાં સામાન્ય અને 13માં પેટાચૂંટણી; 7.83 લાખથી વધુ મતદારો નોંધાયા
    Next Article
    પંજાબના બુટલેગર ને પાસા કરી જેલમાં ધકેલાયો:ભેંસાણના 1 કરોડથી વધુના વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા પંજાબના બુટલેગર સામે પાસા વોરંટ બજવી અમદાવાદ સેન્ટ્રલ જેલ મોકલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment