Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડની 328 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે:315 પંચાયતોમાં સામાન્ય અને 13માં પેટાચૂંટણી; 7.83 લાખથી વધુ મતદારો નોંધાયા

    8 hours ago

    વલસાડ જિલ્લાની કુલ 328 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં મુદત પૂરી થયેલી 315 પંચાયતોની સામાન્ય ચૂંટણી અને 13 પંચાયતોની પેટાચૂંટણીનો સમાવેશ થાય છે. જિલ્લામાં કુલ 7,83,351 મતદારો નોંધાયા છે. ચૂંટણી પૂર્વે તંત્ર દ્વારા અંદાજે 374 બેઠકોમાં અનામતનું રોટેશન નક્કી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અનામત બેઠકોમાં 50 ટકા મહિલા અનામતનું રોટેશન લાગુ કરાશે જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં અનુસૂચિત જનજાતિ (ST) સહિતની બેઠકોમાં કાયદાકીય જોગવાઈ મુજબ 50 ટકા મહિલા અનામત રહેશે. કપરાડા જેવા તાલુકામાં તમામ બેઠકો ST માટે અનામત હોવાથી ત્યાં પણ 50 ટકા બેઠકો મહિલાઓ માટે અને 50 ટકા પુરુષો માટે રોટેશન મુજબ અનામત રાખવામાં આવશે. વલસાડ તાલુકામાં સૌથી વધુ 90 પંચાયતોમાં ચૂંટણી યોજાશે તાલુકાવાર આંકડા મુજબ વલસાડમાં 90 પંચાયતો (86 સામાન્ય અને 4 પેટાચૂંટણી), ધરમપુરમાં 58 પંચાયતો (54 સામાન્ય અને 4 પેટાચૂંટણી) અને કપરાડામાં 48 પંચાયતો (46 સામાન્ય અને 2 પેટાચૂંટણી)માં ચૂંટણી થશે. આ ઉપરાંત નાનાપોંઢામાં 47 સામાન્ય ચૂંટણી, પારડીમાં 41 પંચાયતો (40 સામાન્ય અને 1 પેટાચૂંટણી) તેમજ ઉમરગામમાં 34 પંચાયતો (32 સામાન્ય અને 2 પેટાચૂંટણી)માં મતદાન યોજાશે. જિલ્લામાં કુલ 7,83,351 મતદારો નોંધાયા છે મતદાર યાદી મુજબ જિલ્લામાં 3,97,502 પુરુષ, 3,85,840 મહિલા અને 9 અન્ય મળીને કુલ 7,83,351 મતદારો છે. તાલુકાવાર મતદારોમાં વલસાડમાં 2,25,986, ધરમપુરમાં 1,35,207, ઉમરગામમાં 1,27,388, નાનાપોંઢામાં 1,04,374, કપરાડામાં 97,747 અને પારડીમાં 88,655 મતદારો નોંધાયા છે. હાલ ચૂંટણીની સત્તાવાર તારીખો જાહેર થવાની બાકી હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી કાર્યક્રમની રાહ જોવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    દૂધની ખાલી થેલીઓના હાર સાથે મોંઘવારીનો વિરોધ:રાજકોટમાં રાંધણગેસ, પેટ્રોલ-ડીઝલ, દૂધ, દહીં, સિંગતેલ મોંઘુ થતા AAPની કલેકટરને અનોખી રજૂઆત
    Next Article
    દાદર ગામની સીમમાં દેશી બંદૂક સાથે 55 વર્ષીય શખ્સ ઝડપાયો:બનાસ નદી પાસેની બાવળોની ઝાડીમાંથી ₹2,500ની બંદૂક મળી; સમી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment