Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂથડ ગામે પાણીના બોરમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો:માળિયા હાટીના તાલુકાના જૂથડ ગામે વીસ લાખના ખર્ચે થયેલા બોરવેલના કામોમાં ગેરરીતિના આક્ષેપો,TDOએ કહ્યું અમે માત્ર બે બોરની મંજૂરી આપી,ભ્રષ્ટાચારના ગંભીર સામે તપાસના આદેશ

    11 hours ago

    ​સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોની સુવિધાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ સ્થાનિક સ્તરે વિકાસના કામોમાં કૌભાંડો આચરવામાં આવતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. આવો જ એક ગંભીર મામલો માળિયા હાટીના તાલુકાના જૂથડ ગામેથી સામે આવ્યો છે, જ્યાં પીવાના પાણીની યોજનાઓ અને વિકાસના નામે સરકારી નાણાંનો દુરુપયોગ થતો હોવાની ચોંકાવનારી ફરિયાદો ઉઠી છે. ઉનાળાની ઋતુમાં પાણીની વિકટ સમસ્યા હલ કરવાના હેતુથી ગામમાં અંદાજે પાંચથી આઠ બોરવેલ બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ સમગ્ર કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. ​સ્થળ પર મોટાભાગના બોરમાં વ્યાપક ગેરરીતિ આચરવામાં આવી છે. અમુક જગ્યાએ માત્ર ખાડા જ ખોદવામાં આવ્યા છે અને નિયમ મુજબ નક્કી કરાયેલી ઊંડાઈ પણ જાળવવામાં આવી નથી. કેટલાક સ્થળોએ બોરમાં મોટર કે કેબલ નાખવામાં આવ્યા જ નથી, તો વળી કેટલાક બોર ખાડા જેવા જ ખુલ્લા છે. પાવર કનેક્ટિવિટીના અભાવે આ સિસ્ટમ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ આશરે વીસ લાખ રૂપિયા જેટલો માતબર ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં ગ્રાઉન્ડ રિયાલિટી તદ્દન વિપરીત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અગાઉના સમયમાં કૂવાઓ ઊંડા કરવા અને નવા પાતાળ કૂવા બનાવવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેથી લાંબા ગાળા સુધી પાણીની કાયમી સમસ્યા ઉકેલાય અને વીજ કે મોટરના ખોટા ખર્ચા અટકે, પરંતુ તેને બાજુ પર રાખીને બોરવેલનું કામ પસંદ કરવામાં આવ્યું હતું. કૂવાઓ દ્વારા પાણી મેળવવાની પદ્ધતિ વધુ કારગર સાબિત થતી હોવા છતાં માત્ર આર્થિક લાભ મેળવવા માટે બોર અને મોટરના બિનજરૂરી કાર્યો કરાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. ​આ બાબતે જૂથડ ગામના પૂર્વ સરપંચ ત્રિકમભાઈ કનેરિયાએ જણાવ્યું હતું કે, તેમના શાસનકાળમાં જૂના કૂવાઓ ઊંડા કરવા અને પાતાળ કૂવો બનાવવા માટે ગ્રાન્ટ મૂકવામાં આવી હતી. કૂવાઓ દ્વારા પાણી મેળવવાથી લાંબો સમય પૂરતું પાણી મળી રહે છે, પરંતુ કૂવામાં પૈસા ન મળે અને બોર-મોટરમાં વહીવટ થઈ શકે તે માટે આ રીતે કામો કરવામાં આવ્યા છે. સરકારના નિયમ મુજબ બોર કર્યા પછી જો તેમાં પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તો જ મોટર અને પાઈપલાઈનનો ખર્ચ કરવો જોઈએ, બાકી પાણી વિના બોર અને ટાંકીઓ મૂકી દેવાથી સરકારી નાણાંનો વ્યય થાય છે. આ અંગે જૂથડ ગામના રહીશ સુરેશ ડાકીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ઉનાળાની સીઝનમાં ગામમાં અંદાજીત પાંચથી આઠ બોર કરાવ્યા છે, જેમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે. 600 ફૂટની જગ્યાએ માત્ર 300 કે 450 ફૂટ જ દાર કરવામાં આવ્યા છે અને પૂરતો દાર થયો નથી. ઘણી જગ્યાએ મોટરો કે કેબલ નથી નાખ્યા અને પાવર પણ પહોંચાડવામાં આવ્યો નથી. આ વીસ લાખના ખર્ચમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાથી આ મામલે તટસ્થ તપાસ કરીને જવાબદાર સરપંચ અને મંત્રી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે. ​આ સમગ્ર બાબતે માળિયા હાટીનાના તાલુકા વિકાસ અધિકારી દેવાભાઈ કોડિયાતરે જણાવ્યું હતું કે, જૂથડ ગામે બોરમાં ભ્રષ્ટાચારના મામલે ડાકી સુરેશભાઈ દ્વારા અરજી કરવામાં આવી છે. તેમની જાણ મુજબ સ્થળ પર બે જ બોર થયેલા છે અને કચેરી દ્વારા ફક્ત બે બોરના જ બિલ પાસ કરવામાં આવ્યા છે. અન્ય કોઈએ સ્વખર્ચે બોર બનાવ્યા હોય તો તે તેમની જાણ બહાર છે અને તેના કોઈ બિલ મંજૂર કરાશે નહીં. તેમ છતાં, અરજદારને રૂબરૂ સાથે રાખીને આ સમગ્ર મામલે તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવશે અને નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના ચર્ચિત ‘રાસલોક’ ગરબા વિવાદ:ડોક્ટર મિત્ર સાથે આવેલા બિન-હિન્દુ યુવક સામે મોડી રાત્રે બે વાગ્યે ગુનો દાખલ કર્યો
    Next Article
    "You Were Really Serious": Bipasha Basu Reacts To Deepika Padukone-Ranveer Singh Naming 2nd Daughter Devi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment