Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હજીરા રોડ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે મહિલાનું મોત:માતાજીના મૂર્તિ વિસર્જનમાં જતા સમયે પતિની નજર સામે પત્નીએ જીવ ગૂમાવ્યો, ફરાર ડમ્પર ચાલકની શોધખોળ

    11 hours ago

    સુરતના ઇચ્છાપુર-હજીરા રોડ પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પાંડેસરા હાઉસિંગ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ તેમની 40 વર્ષીય પત્ની ઉપમાબેન સાથે બાઇક પર માતાજીની મૂર્તિના વિસર્જન માટે હજીરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ક્રિભકો કંપની નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા બેફામ ડમ્પરચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઉપમાબેન નીચે પટકાતાં તેમના માથા પરથી ડમ્પરનું ટાયર ફરી વળ્યું હતું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ધાર્મિક પ્રસંગે નીકળેલા પરિવાર પર અચાનક આભ તૂટી પડતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ટક્કર મારીને ડમ્પરચાલક ફરાર અકસ્માત સર્જીને ડમ્પરચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ મામલે શોકમગ્ન પતિ અરવિંદભાઈએ જણાવ્યું હતું કે, "અમે લોકો માતાજીના વિસર્જનમાં જઈ રહ્યા હતા. ક્રિભકો કંપનીથી 500 મીટર આગળ પાછળથી ડમ્પરે ટક્કર મારી દીધી અને ચાલક ટક્કર મારીને ભાગી ગયો. અમારી એટલી જ માંગ છે કે તે ડમ્પરવાળાને તાત્કાલિક પકડવામાં આવે અને તેને કડકમાં કડક સજા કરવામાં આવે, આટલું ખોટું કરીને તે ભાગી ગયો છે." બે માસૂમ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સુરતના પાંડેસરા હાઉસિંગમાં રહેતા આ શ્રમિક પરિવારમાં ઉપમાબેનના આકસ્મિક નિધનથી માતમ છવાઈ ગયો છે. મૃતક ઉપમાબેનને પરિવારમાં એક દીકરો અને એક દીકરી એમ બે સંતાનો છે. માતાની અણધારી વિદાયથી બંને માસૂમ બાળકોએ માતૃછત્ર ગુમાવતા સમગ્ર પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે. સ્થાનિક લોકોએ પણ બેફામ દોડતા ભારે વાહનો સામે આક્રોશ વ્યક્ત કરી તાત્કાલિક સ્પીડ કંટ્રોલની વ્યવસ્થા ઊભી કરવા માંગ કરી છે. ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક પંચનામું કરી મૃતક ઉપમાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. અરવિંદભાઈની ફરિયાદના આધારે પોલીસે ફરાર અજાણ્યા ડમ્પરચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોટા વરાછામાં ગોલ્ડન સિટી રેસિડેન્સીના પાર્કિંગમાં ભીષણ આગ:ધુમાડાના ગોટેગોટા ઉડતા રહીશોમાં નાસભાગ, 3 કાર અને 3 બાઇક બળીને ખાખ, સદનસીબે જાનહાનિ ટળી
    Next Article
    માણસામાં ખેડૂત પર અંધાધૂંધ ત્રણ રાઉન્ડ ફાયરિંગ:એક ગોળી પગમા વાગતા લોહિલુહાણ હાલતમાં ઢળી પડ્યાં, ગરબામાં સાઉન્ડ વગાડવાની તકરારમાં ભૂમાફિયા બેફામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment