Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માણસામાં ખેડૂત પર અંધાધૂંધ ત્રણ રાઉન્ડ ફાયરિંગ:એક ગોળી પગમા વાગતા લોહિલુહાણ હાલતમાં ઢળી પડ્યાં, ગરબામાં સાઉન્ડ વગાડવાની તકરારમાં ભૂમાફિયા બેફામ

    12 hours ago

    ગાંધીનગરના માણસામાં આવેલા વરસોડા ગામમાં ગરબામાં સાઉન્ડ સિસ્ટમ વગાડવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખીને 8 જેટલા શખ્સોએ અંડર વર્લ્ડ ગેંગની માફક આતંક મચાવ્યો હતો. બાદમાં ખેડૂત અરવિંદસિંહ ચાવડા પર સરેઆમ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બે રાઉન્ડ મિસ થયા બાદ હુમલાખોરે નજીક આવીને સીધી પગમાં ગોળી ધરબી દેતાં ખેડૂત લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 4 શખ્સોએ સાઉન્ડ વગાડવા બાબતે તકરાર કરી હતી માણસા વરસોડા ગામે અંબાજી માતાના મંદિર પાસે રહેતા 50 વર્ષીય અરવિંદસિંહ હિંમતસિંહ ચાવડા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. 18 ઓક્ટોબરના રોજ ગામમાં નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમના ભત્રીજા વિપુલસિંહે સાઉન્ડ સિસ્ટમ લગાવી હતી. તે સમયે ગામના જ નામચીન ભૂમાફિયા દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ ચાવડા, જયદિપસિંહ રમણસિંહ ચાવડા, આદિરાજસિંહ ઘનશ્યામસિંહ ચાવડા અને રાહુલસિંહ જીવણસિંહ ચાવડાએ ત્યાં આવીને સાઉન્ડ વગાડવા બાબતે તકરાર કરી હતી. પોલીસમાં ફોન કર્યાનો ખાર રાખી 8 શખ્સો અરવિંદસિંહના ઘરે પહોંચ્યા આ બોલાચાલીની અદાવત રાખીને ગઈકાલે 20મી ઓક્ટોબરે સાંજના આ ચારેય શખ્સો ડેરી પાછળ ભેગા થયા હતા. જેથી અરવિંદસિંહના ભત્રીજાએ 112 નંબર પર પોલીસને જાણ કરતાં પોલીસ પહોંચતા આરોપીઓ ભાગી ગયા હતા. જોકે, પોલીસમાં ફોન કર્યાનો ખાર રાખીને રાત્રે આશરે સાડા આઠ વાગ્યાના અરસામાં આ ચારેય આરોપીઓ તથા અન્ય ચાર અજાણ્યા ઈસમો ઘાતક હથિયારો સાથે અરવિંદસિંહના ઘર પાસે પહોંચ્યા હતા. ‘આજે તો તું બચી ગયો, હવે પછી નામ લીધું છે તો જાનથી મારી નાખીશું’ એ વખતે દિગ્વિજયસિંહના હાથમાં બંદૂક હતી. જ્યારે અન્ય ઈસમો લોખંડની પાઇપો અને ધારિયા લઈને ધસી ગયા હતા. દિગ્વિજયસિંહે જાનથી મારી નાખવાના ઈરાદાથી અરવિંદસિંહ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. ત્યારબાદ તુરંત નજીક આવીને ત્રીજો રાઉન્ડ ફાયર કરતાં ગોળી અરવિંદસિંહના જમણા પગના નળાના ભાગે વાગી ગઈ હતી. જેના લીધે અરવિંદસિંહ જમીન પર ઢળી પડ્યા હતા. દરમિયાન તેમના ભાઈ ત્યાં આવી પહોંચતાં હુમલાખોરો આજે તો તું બચી ગયો છે,હવે પછી નામ લીધું છે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. બાદમાં 108 મારફતે ઈજાગ્રસ્ત ખેડૂતને પ્રથમ ગાંધીનગર અને બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ભરતી કરવામાં આવ્યા છે. હાલ તો માણસા પોલીસે અરવિંદસિંહની ફરિયાદના આધારે આઠેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આઠ શખ્સોએ આંતક મચાવી લો એન્ડ ઓર્ડરના લીરેલીરા ઉડાવ્યાં ઉલ્લેખનીય છેકે, નવરાત્રી દરમિયાન સાંતેજ પોલીસ મથકની હદ વિસ્તારમાં બે સ્થળોએ પ્રીમિયમ ગરબા પાર્ટી પ્લોટ ખાતે નજીવી બાબતે થયેલી લોહિયાળ માથાકુટોની શાહી પોલીસ ચોપડે હજી સુકાઈ નથી. એવામાં માણસાના વરસોડા ગામમાં પણ ગરબામાં સાઉન્ડ સિસ્ટમ વગાડવા જેવી નજીવી બાબતે અંડર વર્લ્ડ ગેંગની માફક આઠ શખ્સોએ આંતક મચાવી લો એન્ડ ઓર્ડરના લીરેલીરા ઉડાવી દીધા છે. પોલીસ તપાસમાં દિગ્વિજયસિંહ ચાવડા ખનીજ માફિયા હોવાનું પણ બહાર આવ્યું છે. જેણે ફેબ્રુઆરી મહિનામાં જિલ્લા ભૂસ્તર અધિકારી પ્રણવસિંહ સહિતની ટીમનો ફિલ્મી ઢબે પીછો કરી હુમલાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે પણ અગાઉ ગુનો નોંધાયેલો છે.
    Click here to Read More
    Previous Article
    હજીરા રોડ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે મહિલાનું મોત:માતાજીના મૂર્તિ વિસર્જનમાં જતા સમયે પતિની નજર સામે પત્નીએ જીવ ગૂમાવ્યો, ફરાર ડમ્પર ચાલકની શોધખોળ
    Next Article
    Guwahati's 'Naglok' Theme Durga Puja Draws Record Crowd

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment