Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંસ્થાઓ ઊંચા ભાવથી કંપનીઓને ભાડે આપી દેતા મનપાએ લીધો નિર્ણય:ટ્રાફિક સર્કલો અને આઈલેન્ડ ડેવલપ માટે રાખ્યા બાદ પેટા ભાડેથી નહીં આપી શકાય

    15 hours ago

    મહાનગરપાલિકાએ શહેરના અલગ અલગ સ્થળોએ આવેલા ટ્રાફિક સર્કલો અને ટ્રાફિક આઈલેન્ડને વિકસાવવા માટે ટેન્ડર બહાર પાડીને અલગ અલગ સંસ્થાઓને પાંચ વર્ષ ડેવલપ કરવા માટે ભાડેથી આપ્યા છે, પરંતુ મનપાના અમુક અધિકારીઓની મિલીભગત અને જવાબદારીની ફેંકાફેંકીને કારણે પાંચ વર્ષ માટે ભાડે અપાયેલા સર્કલો જે તે સંસ્થા કે એજન્સીઓ પેટા ભાડે આપીને કાળી કમાણીનો ધીકતો ધંધો કરતાં હોવાની વિગતો બહાર આવતા મનપાએ સર્કલ પેટા ભાડેથી આપવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. શહેરના અલગ અલગ ટ્રાફિક સર્કલો અને ટ્રાફિક આઈલેન્ડ ડેવલપ કરવા મનપા ટેન્ડર બહાર પાડીને એજન્સીઓ સાથે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ સહિતની શરતો સાથે પાંચ વર્ષ માટે ભાડે આપે છે, પણ સર્કલો ભાડે અપાયા પછી તેને પેટા એજન્સીઓને ભાડે આપવાનો ધીકતો ધંધો વર્ષોથી ચાલી રહ્યો છે. મનપાના ઉચ્ચ અધિકારીઓ અને પૂર્વ પદાધિકારીઓના આદેશ અને દબાણના પગલે કેટલીક એજન્સીઓને તો ટેન્ડર વગર જ બારોબાર મહત્ત્વના સર્કલોની લહાણી કરી દેવામાં આવી છે. આમાંની કેટલીક એજન્સીઓ તો મહાનગરપાલિકાને વર્ષોથી ભાડું પણ ભરતી નથી. આથી દિવાળીના તહેવારો શરૂ થવાના છે ત્યારે આવા સર્કલો પેટા ભાડે આપવાનો ધીકતો ધંધો એજન્સીઓએ શરૂ કરી દીધો હોવાથી તંત્રએ પેટા ભાડા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. બોર્ડ-બેનરની મંજૂરી હવે એસ્ટેટ વિભાગ પાસેથી લેવી પડશે મનપાના દબાણ હટાવ વિભાગ હસ્તકની બોર્ડ-બેનરની સત્તા હવે એસ્ટેટ વિભાગને આપવામાં આવી છે. દબાણ હટાવ વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધી મુખ્ય માર્ગો ઉપર વીજપોલ અને ડિવાઈડર અને સર્કલો ઉપર બોર્ડ તથા બેનરો અને જાહેરાતના પોસ્ટર લગાવવા માટે ફી નક્કી કરવામાં આવી હતી, પરંતુ બોર્ડ-બેનર જપ્ત કરવાની કાર્યવાહી દરમિયાન ધ્યાનમાં આવ્યું છે કે, જપ્ત થતાં બેનરો પૈકી મોટાભાગના મંજૂરી લીધાની મુદત પૂર્ણ થઈ ગઈ હોય તેવા હોય છે. આથી હવે તમામ સત્તા એસ્ટેટ વિભાગને આપવામાં આવી છે. બેનરની મંજૂરી લીધા બાદ વધુ સમય રાખવામાં આવશે તો એસ્ટેટ વિભાગ નિયત કરેલ દંડ વસૂલી બોર્ડ-બેનર જપ્ત કરશે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:રાજકોટમાં દશેરાએ એક જ દિવસમાં રૂપિયા 3.50 કરોડના 50 હજાર કિલો જલેબી અને ફાફડા ચટાકાભેર ખવાયા
    Next Article
    શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે બિનઅધિકૃત પાવર કટ થતાં લોકો ત્રાહિમામ્:મોટામવા 66 KV સબ સ્ટેશનમાં બ્લાસ્ટ થતાં 3000 ઘરમાં વીજપુરવઠો ખોરવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment