Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે બિનઅધિકૃત પાવર કટ થતાં લોકો ત્રાહિમામ્:મોટામવા 66 KV સબ સ્ટેશનમાં બ્લાસ્ટ થતાં 3000 ઘરમાં વીજપુરવઠો ખોરવાયો

    15 hours ago

    શહેરના મોટામવા વિસ્તારમાં 66 કે.વી. સબ સ્ટેશનમાં મંગળવારે બપોરે અચાનક ટ્રિપિંગ બાદ જોરદાર બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતના કારણે આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના કારણે 20થી વધુ સોસાયટીના 3000થી વધુ પરિવારોએ અસહ્ય કાળઝાળ ગરમીમાં આશરે 3 કલાક સુધી ભારે હાલાકી ભોગવવી પડી હતી. પીજીવીસીએલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે બપોરે 4.20 વાગ્યે સબ સ્ટેશનની બસબાર પેનલમાં ભેજ કે અન્ય ટેક્નિકલ કારણોસર બ્લાસ્ટ થયો હતો. જેને લીધે સબ સ્ટેશન હેઠળના તમામ 6 ફીડર બંધ પડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પીજીવીસીએલ અને જેટકોની ઈમરજન્સી ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટીમે ત્વરિત કામગીરી હાથ ધરીને 2 ફીડરમાં ચેન્જ ઓવર કરી અન્ય લાઈનમાંથી વીજ સપ્લાય પુનઃ શરૂ કરી દીધો હતો. જોકે, બાકીના સબ સ્ટેશન અને 4 ફીડરમાં બ્લાસ્ટના કારણે જમા થયેલો કાર્બન સાફ કરી રિપેરિંગ કામગીરી પૂર્ણ કરતાં 2થી 3 કલાકનો સમય લાગ્યો હતો. સાંજ સુધીમાં તમામ વિસ્તારોમાં વીજપુરવઠો પૂર્વવત કરી દેવાયો હતો. અચાનક વીજપુરવઠો ખોરવાતા હજારો લોકો ગરમીમાં શેકાયા
    Click here to Read More
    Previous Article
    સંસ્થાઓ ઊંચા ભાવથી કંપનીઓને ભાડે આપી દેતા મનપાએ લીધો નિર્ણય:ટ્રાફિક સર્કલો અને આઈલેન્ડ ડેવલપ માટે રાખ્યા બાદ પેટા ભાડેથી નહીં આપી શકાય
    Next Article
    મ્યુનિસિપલ કમિશનર સુમેરાએ કરેલા નિર્ણયથી ભૂતકાળમાં અનેક ગોટાળા થયાની શંકા:અધિકારીઓ પર પણ ભરોસો નથી | ક્યા પ્રોજેક્ટના ચેકિંગમાં જવાનું છે તેની 10 મિનિટ પહેલાં જાણ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment