Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મનપાનો ચૂંટણી પહેલા વહીવટી ખેલ!:આજે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં કરોડોના કામો પર રબર સ્ટેમ્પ મારવાની તૈયારી, ફોટો સેશન માટે 10 લાખનો વધારો કરાશે

    11 hours ago

    રાજ્યના પાટનગર ગાંધીનગરની સુવિધાઓ અને વિકાસના નામે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા ખર્ચ અને વહીવટી પ્રક્રિયાઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આજે 4 જુલાઈએ મળનારી સ્થાયી સમિતિની 67મી બેઠકમાં 31 વિષયો પર નિર્ણય લેવાનો છે. આ એજન્ડામાં કરોડો રૂપિયાના ખર્ચને મંજૂરી આપવા રજૂ કરવામાં આવેલી દરખાસ્તો પરથી સ્પષ્ટ થાય છે કે, સ્ટેન્ડિંગ કમિટી ટર્મ પુરી થવાની ઉતાવળમાં હોય તેમ એકસાથે કરોડોના અનેક કામોને મંજૂરી અપાવવા મથી રહ્યું છે. અનેક પ્રોજેક્ટમાં ટેન્ડરની શરતોમાં ફેરફારની ભલામણો આજની બેઠકના એજન્ડાની વિગતો જોઈએ તો અનેક પ્રોજેક્ટ્સમાં ટેન્ડરની શરતોમાં ફેરફાર, સમય મર્યાદામાં વધારો અને અંદાજિત કિંમત કરતાં વધુ ખર્ચ કરવાની ભલામણો કરવામાં આવી છે. એક તરફ ડ્રેનેજ નેટવર્ક, રસ્તાના કામો અને અન્ય માળખાગત સુવિધાઓ માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા પછી પણ કામગીરીમાં વિલંબને કારણે સમય મર્યાદા વધારવી પડે તેવી સ્થિતિ ઉભી થાય છે .જે પાલિકાના આયોજન પર ગંભીર સવાલો ઉભા કરે છે. ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી માટે 10 લાખના વધારાની માગ ખાસ કરીને કેટલીક કામગીરીમાં એલ-1 એટલે કે સૌથી ઓછા ભાવ ધરાવતા ટેન્ડર સામે ઉંચા ભાવના અથવા અન્ય ટેન્ડરોને પસંદ કરવાની અને ટેન્ડરની રકમમાં વધારો કરવાની દરખાસ્તો પણ સામેલ છે. ઉદાહરણ તરીકે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી જેવી સેવાઓ માટે અગાઉ મંજૂર કરાયેલ રકમમાં 10 લાખનો વધારો કરવાની માંગણી કરવામાં આવી છે.જે પાલિકાના વહીવટમાં આડેધડ ખર્ચની માનસિકતા દર્શાવે છે. પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા માટે કરોડોની દરખાસ્ત આજની બેઠકમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવાની પેરવી કરવામાં આવી છે. જેમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાની કામગીરી માટે રૂ. 18.46 કરોડની અંદાજિત કિંમતના કામ સામે રૂ. 15.86 કરોડનું ટેન્ડર મંજૂર કરવાની દરખાસ્ત છે. આ ઉપરાંત સ્પેસિયલ આસિસ્ટન્સ ફોર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ હેઠળ રૂ. 22.98 કરોડના કામોની યાદીને મંજૂરી આપવાની વાત છે. આ સિવાય સેક્ટર 1થી 30 માં મેનહોલના કામ માટે રૂ. 6.72 કરોડ અને આર્ટ વર્ક પેઇન્ટિંગ માટે રૂ. 91.82 લાખ જેવી મોટી રકમો મંજૂર કરવા ટેબલ પર મૂકવામાં આવશે. બેઠકમાં માત્ર મંજૂરી નહીં પારદર્શિતાની તપાસ જરૂરી વધુમાં લાખો રૂપિયાની કિંમતના સાધનોની ખરીદી અને વિવિધ કોન્ટ્રાક્ટ્સમાં કરવામાં આવી રહેલો જથ્થાત્મક વધારો કરદાતાઓના નાણાંના સદુપયોગ પર પ્રશ્નાર્થ છે. સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરાયેલા આ 31 વિષયો પર સભાસદો દ્વારા ઉંડાણપૂર્વક ચર્ચા કરવાને બદલે જો માત્ર કમિશનરની ભલામણોને માન્ય રાખી રબર સ્ટેમ્પ મારી દેવામાં આવશે તો ગાંધીનગરના વિકાસના નામે વેડફાતા આ નાણાંનો બોજ અંતે તો સામાન્ય પ્રજા પર જ આવશે. પાટનગરની જનતાને આશા છે કે આ બેઠકમાં માત્ર મંજૂરીઓ જ નહી પરંતુ દરેક ખર્ચ પાછળના તર્ક અને પારદર્શિતાની પણ તપાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Daily Briefing: Maha Kumbh footfall fuelled Ram Temple pilferage; Alpha movie review
    Next Article
    પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામીતનું હાર્ટએટેકથી નિધન:તાપીના કોંગ્રેસ નેતાના અવસાનથી રાજકીય વર્તુળોમાં શોક વ્યાપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment