Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામીતનું હાર્ટએટેકથી નિધન:તાપીના કોંગ્રેસ નેતાના અવસાનથી રાજકીય વર્તુળોમાં શોક વ્યાપ્યો

    9 hours ago

    તાપી જિલ્લાના નિઝર વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામીતનું ગત રાત્રિએ હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમના અવસાનથી તાપી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના રાજકીય વર્તુળોમાં શોક વ્યાપી ગયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, સુમુલ ડેરીની આગામી ચૂંટણી માટે સુનિલ ગામીતે ઉચ્છલ બેઠક પરથી દાવેદારી નોંધાવી હતી. આ ચૂંટણીની વ્યૂહરચનાના ભાગરૂપે તેઓ ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ નજીક એક હોટેલમાં અન્ય ઉમેદવારો સાથે રોકાયા હતા. મોડી રાત્રે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેક આવતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઘટના બાદ તેમને ડાંગ જિલ્લાના શામગહન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. એક સક્રિય અને લોકપ્રિય આદિવાસી નેતા ગુમાવતા સ્થાનિક રાજકારણમાં મોટી ખોટ પડી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મનપાનો ચૂંટણી પહેલા વહીવટી ખેલ!:આજે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં કરોડોના કામો પર રબર સ્ટેમ્પ મારવાની તૈયારી, ફોટો સેશન માટે 10 લાખનો વધારો કરાશે
    Next Article
    છોટા ઉદેપુરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ:બે દિવસના વિરામ બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment