Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:રાજકોટમાં દશેરાએ એક જ દિવસમાં રૂપિયા 3.50 કરોડના 50 હજાર કિલો જલેબી અને ફાફડા ચટાકાભેર ખવાયા

    16 hours ago

    વિજયાદશમીના પવિત્ર પર્વે રંગીલા રાજકોટવાસીઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાણીપીણીની જ્યાફત ઉઠાવી હતી. એક જ દિવસમાં રૂ.3.50 કરોડના 50 હજાર કિલો જલેબી-ફાફડા ખવાયા હતા. સવારે 6 વાગ્યાથી શહેરની ફરસાણની દુકાનો બહાર ગરમા-ગરમ ફાફડા અને જલેબી લેવા લોકોની લાઈનો જોવા મળી હતી. રાજકોટ શહેરમાં મંગળવારે સવારથી જ લોકો જલેબી અને ગાંઠિયાની ખરીદી માટે ધસારો જોવા મળ્યો હતો. રંગીલા રાજકોટવાસીઓએ દશેરાના તહેવારની ઉજવણી જોમભેર કરી હતી. ગત વર્ષની સરખામણીએ ગાંઠિયા-જલેબી અને મીઠાઈના ભાવવધારાની અસર પણ ખરીદવા આવેલા લોકોમાં જોવા મળતી ન હતી. ખાસ કરીને તેલના બદલે શુદ્ધ ઘીની જલેબીનો વેપાર વધુ થયો હતો. શિવશક્તિ ડેરી ફાર્મના જગદીશ પટેલના જણાવ્યા મુજબ, રાજકોટમાં ફરસાણ અને મીઠાઈની આશરે 2,200 જેટલી નાની-મોટી દુકાનો આવેલી છે. દશેરાના દિવસે જ પ્રતિ કિલો રૂ.650થી 700ના સરેરાશ ભાવે 50 હજાર કિલોથી વધુ જલેબી-ફાફડાનું વેચાણ થયું હતું. આ ઉપરાંત સાટા, મિક્સ મીઠાઈ તેમજ દૂધની વાનગીઓ મળીને રૂ.7 કરોડથી વધુનો કારોબાર થયો હતો. મોંઘવારી અને મિલાવટના ડરથી ગત વર્ષની સરખામણીએ એકંદર વેપારમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે, છતાં ચટાકાપ્રેમી રાજકોટવાસીઓનો ઉત્સાહ ઓછો થયો નહોતો. દશેરા અને ફાફડા-જલેબીનું કનેક્શન પૌરાણિક માન્યતા: રામાયણ અનુસાર શ્રીરામને ‘શષ્કુલી’ (જલેબી) પ્રિય હતી. રાવણ પર વિજય બાદ તેમણે જલેબી આરોગીને ઉત્સવ મનાવ્યો હોવાથી દશેરાએ જલેબી ખાવાનો રિવાજ છે. આયુર્વેદિક મહત્ત્વ: શરદ ઋતુમાં પિત્તદોષ શાંત કરવા અને ગરમ ચણાના લોટની વાનગી સાથે ગળી જલેબી ખાવાથી સ્વાસ્થ્ય સંતુલિત રહે છે.
    Click here to Read More
    Previous Article
    તંત્ર અને અરજદારોને 180 દિવસનો નિયમ ફળ્યો:નવેમ્બરથી લગ્નની ફુલ સિઝન, મનપાના કોમ્યુનિટી હોલ 28 માર્ચ સુધી હાઉસફુલ
    Next Article
    સંસ્થાઓ ઊંચા ભાવથી કંપનીઓને ભાડે આપી દેતા મનપાએ લીધો નિર્ણય:ટ્રાફિક સર્કલો અને આઈલેન્ડ ડેવલપ માટે રાખ્યા બાદ પેટા ભાડેથી નહીં આપી શકાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment