Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:સાવરકુંડલા શહેરમાં એકલોહિયા આહીર સમાજની નવરાત્રીમાં બાળકો ટ્રેડિશનલ પોશાકમાં ગરબે ઘુમ્યા

    8 hours ago

    સાવરકુંડલામાં છેલ્લા ત્રણ વર્ષથી યોજાતી એકલોહિયા આહીર સમાજની નવરાત્રિએ આ વર્ષે પણ ખાસ્સું આકર્ષણ જમાવ્યું હતું. પરંપરા અને નવીનતાના સમન્વય સાથે યોજાયેલી આ નવરાત્રિમાં સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દર વર્ષની જેમ આ વખતે પણ નવરાત્રિની ઉજવણી પરંપરાગત રીતે ઉજવાય હતી. નવરાત્રિના પ્રથમ દિવસથી જ સમાજના તમામ લોકોને દરરોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવ્યો હતો. નવરાત્રિમાં ફિલ્મી ગીતોને બદલે પરંપરાગત ગરબાઓને પ્રાધાન્ય અપાયું હતું. સમાજના તમામ લોકોએ આહીર સમાજના પરંપરાગત પોષાક અને ટ્રેડિશનલ વસ્ત્રો ધારણ કરી ગરબાની રમઝટ બોલાવી હતી. સાથે જ નવરાત્રિના નવેય દિવસોના મહિમા અને નવરાત્રિ સાથે જોડાયેલી વિવિધ નોખી-અનોખી વાતો મંચ પરથી રજૂ કરવામાં આવી હતી. નવરાત્રિને યાદગાર બનાવવા વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. દીકરીઓ માટે ગરબા શણગાર હરીફાઈ, સૌ માટે અનોખી નવરાત્રિ ક્વિઝ અને દીકરાઓ માટે વેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં સહભાગિતાથી નવરાત્રિની ઉજવણીમાં નવો રંગ ઉમેરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    આશ્રમશાળામાંથી છટકીને વિદ્યાર્થીઓ નવરાત્રિ મહોત્સવમાં:પાલઘરમાં બાઈક અકસ્માતમાં બે વિદ્યાર્થીનાં મૃત્યુ, જ્યારે ત્રણ ઘાયલ
    Next Article
    બાબરા પોલીસની કાર્યવાહી:બાબરાના મોટા દેવળીયાથી 1.81 લાખનો 206 બોટલ દારૂ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment