Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાબરા પોલીસની કાર્યવાહી:બાબરાના મોટા દેવળીયાથી 1.81 લાખનો 206 બોટલ દારૂ ઝડપાયો

    9 hours ago

    બાબરાના મોટા દેવળીયા ગામે એક રહેણાક મકાનમાં દરોડો પાડીને પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલોનો જથ્થો ઝડપી પાડ્યો છે. જ્યારે વેચાણ કરતો શખ્સ ફરાર થવામાં સફળ રહેતા તેને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. બાબરા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન મોટા દેવળીયા ગામે રહેતા અંકિત ઉર્ફે તીસરી મનુભાઈ સાનેપરાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી. જેના પગલે બાબરા પીઆઈ આર.આર. પરમારની રાહબરી હેઠળ પોલીસ ટીમે પંચોને સાથે રાખીને બાતમી વાળા સ્થળે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન મકાનમાંથી રૂપિયા 1.81 લાખની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 206 બોટલો મળી આવી હતી. દરોડા દરમિયાન મોટા દેવળીયા ગામના અંકિત ઉર્ફે તીસરી મનુભાઈ સાનેપરા ફરાર થવામાં સફળ રહ્યો હતો જેને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ‎:સાવરકુંડલા શહેરમાં એકલોહિયા આહીર સમાજની નવરાત્રીમાં બાળકો ટ્રેડિશનલ પોશાકમાં ગરબે ઘુમ્યા
    Next Article
    પિકઅપ વાહન સામસામે આવી જતા બોલાચાલી બાદ મારામારી:ધારીના મીઠાપુરમાં જૂની અદાવતમાં યુવક પર કુહાડી, તલવારથી હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment