Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આશ્રમશાળામાંથી છટકીને વિદ્યાર્થીઓ નવરાત્રિ મહોત્સવમાં:પાલઘરમાં બાઈક અકસ્માતમાં બે વિદ્યાર્થીનાં મૃત્યુ, જ્યારે ત્રણ ઘાયલ

    7 hours ago

    પાલઘરમાં નવરાત્રિ અવસરે ગામમાં લાગેલા મેળવામાં હાજરી આપ્યા પછી આશ્રમશાળામાં પાછા આવતી વખતે મોટરસાઈકલ સ્લિપ થઈ જતાં બે વિદ્યાર્થીનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. રસ્તા પરના ખાડાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. સોમવારે વહેલી સવારે જવ્હાર તાલુકામાં આ ઘટના બની હતી, જે પછી હિરદપાડા ગગનગિરિ આશ્રમશાળાના હેડમાસ્ટર, વોર્ડ અને વોચમેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ શાળામાંથી ગુપ્ત રીતે છટકીને સારસુન ગામમાં નવરાત્રિ મહોત્સવમાં પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓ શાળામાંથી છટકીને એક બાઈક પર ગયા હતા. 19 ઓક્ટોબરે પરોઢિયે 2.30થી 3 વચ્ચે તેઓ શાળામાં પાછા આવતા હતા ત્યારે કોંગડી ઘાટ પાસે ખાડાને કારણે બાઈક સ્લિપ થઈ ગઈ હતી, જેમાં સુમિત ભિંગલ (18), પ્રિતમ પોટિંડા (15)નાં મોત થયાં હતાં, જ્યારે અન્ય ત્રણ ગંભીર છે, એમ જવ્હાર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. ત્યાંથી પસાર થતા અન્ય એક બાઈક સવારે પોલીસને જાણ કરી હતી, જે પછી સર્વ અકસ્માતગ્રસ્તોને જવ્હારની કોટેજ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે સ્થિત નાજુક હોવાથી વધુ સારવાર માટ નાશિકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. મોડી રાત્રે શાળામાંથી બહાર નીકળ્યા આ ઘટના પછી પાંચ વિદ્યાર્થીઓ આખરે મોડી રાત્રે આશ્રમશાળામાંથી બહાર કઈ રીતે નીકળ્યા. હેડમાસ્ટર, વોર્ડન, વોચમેન શું કરતા હતા એવો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. ઈન્ટીગ્રેટેડ ટ્રાઈબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (આઈટીડીપી) દ્વારા તુરંત તપાસ શરૂ કરાઈ હતી, જેમાં સલામતીમાં ગંભીર છટકબારીઓ બહાર આવી હતી. હોસ્ટેલમાં બિન- નિવાસી વિદ્યાર્થીઓ પણ ઘૂસી જતા હતા અને અગાઉ ચેતવણીઓ છતાં સીસીટીવી કેમેરા નાદુરસ્ત હતા. ગુનો દાખલ કરવાની પણ માગણી આઈટીડીપી પ્રોજેક્ટ ઓફિસર અને જવ્હારના સહાયક જિલ્લાધિકારી સિદ્ધાર્થ રામકુમારે શાળા વ્યવસ્થાપન, હેડમાસ્ટર, વોર્ડન અને વોચમેનને કારણ દર્શાવો નોટિસ ફટકારી છે. જાહેર દબાણ વધતાં જ શાળા વ્યવસ્થાપને હેડમાસ્ટર, વોર્ડન અને વોચમેનને સસ્પેન્ડ કરી દીધા હતા. સ્થાનિક સંસ્થાએ માગણી કરી છે કે શાળાના હેડમાસ્ટર, વોર્ડન, રાતના વોચમેન અને મેનેજમેન્ટના ટ્રસ્ટીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    Zelensky Holds "Productive" Talks With Trump Envoys, Witkoff To Meet Putin Today
    Next Article
    ભાસ્કર વિશેષ‎:સાવરકુંડલા શહેરમાં એકલોહિયા આહીર સમાજની નવરાત્રીમાં બાળકો ટ્રેડિશનલ પોશાકમાં ગરબે ઘુમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment