Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામોલમાં રસ્તા વચ્ચે ઝાડ, ધડાકાભેર અથડાઈ કાર:કોર્પોરેશનની બેદરકારીથી નાળિયેરીના ઝાડના કારણે નવો રોડ બન્યો જોખમી, તાત્કાલિક ઝાડ હટાવવા માંગ

    21 hours ago

    અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનથી રામોલ ગામ તરફ જતા અને એસ.પી. રિંગ રોડને જોડતા મુખ્ય રસ્તા પર વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. થોડા સમય પહેલાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિટીએમથી રિંગરોડ જતા આ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, રોડનું કામકાજ પૂર્ણ થઈ ગયું હોવા છતાં રસ્તાની વચ્ચોવચ ઊભેલા નાળિયેરીના ઝાડને હટાવવા કે યોગ્ય જગ્યાએ રી-પ્લાન્ટ કરવા અંગે કોઈ કામગીરી કરવામાં આવી નથી. નવો રોડ વાહનચાલકો માટે અત્યંત જોખમી નવો બનેલો આ રસ્તો વાહનચાલકો માટે સુવિધાજનક બનવાને બદલે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ રોડ પર વાહનોની સતત ભારે અવરજવર રહે છે. વળાંક પર આવેલું આ ઝાડ રાત્રિના સમયે વાહનચાલકોને સ્પષ્ટ દેખાતું નથી અને તેના કારણે સ્ટ્રીટલાઈટનો પ્રકાશ પણ ઢંકાઈ જાય છે. આ ગંભીર ભૂલના લીધે અત્યાર સુધીમાં અહીં ત્રણ નાના અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. તાત્કાલિક ઝાડ હટાવવા લેખિતમાં જાણ કરાઈ આ અંગે સ્થાનિક રહીશો દ્વારા અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી, છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવાયા નહોતા. હવે સતત અકસ્માતોના બનાવો સામે આવ્યા બાદ સમગ્ર મામલો ટ્રાફિક પોલીસના ધ્યાને આવ્યો છે. જેથી ટ્રાફિક પોલીસે પણ વાહનચાલકોની સુરક્ષાને ધ્યાને રાખીને સંબંધિત વિભાગને રોડ વચ્ચેથી તાત્કાલિક ઝાડ હટાવવા માટે લેખિતમાં જાણ કરી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    ગઢડામાં વિજયાદશમીના દિવસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:હાઈસ્કૂલ ચાર રસ્તા ખાતે જ્ઞાનેશ કુમારનું પૂતળા દહન કર્યું
    Next Article
    દાદરામાં પાંચમા માળેથી પટકાતાં 36 વર્ષીય કામદારનું મોત:ગોકુલ ધામ સોસાયટીમાં બની રહેલી ઇમારતમાં દુર્ઘટના, સુરક્ષા પર સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment