Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડામાં વિજયાદશમીના દિવસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:હાઈસ્કૂલ ચાર રસ્તા ખાતે જ્ઞાનેશ કુમારનું પૂતળા દહન કર્યું

    21 hours ago

    બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા વિજયાદશમીના પવિત્ર પર્વે ચૂંટણી પંચની કામગીરી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના હાઈસ્કૂલ ચાર રસ્તા ખાતે એકત્રિત થયેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ચૂંટણી પંચના વડા જ્ઞાનેશ કુમારના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને પગલે ચાર રસ્તા વિસ્તારમાં થોડા સમય માટે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને પોલીસે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દીધી હતી. ચૂંટણી પંચ પર ભાજપના ઈશારે કામ કરવાનો આરોપ આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓએ ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે દેશમાં મોટા પાયે મત ચોરી થઈ રહી છે અને ચૂંટણી પંચ શાસક પક્ષ ભાજપના ઈશારે કામ કરી રહ્યું છે. કોંગ્રેસના મતે બંધારણીય સંસ્થાઓના આ પ્રકારના વલણને કારણે દેશની લોકશાહી સામે મોટું જોખમ ઊભું થયું છે. આ પરિસ્થિતિ સામે અવાજ ઉઠાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાવણ વધની પરંપરાને સાંકળી પૂતળા દહન કરાયું વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કરીને અસત્ય પર સત્યનો વિજય સ્થાપિત કર્યો હતો, તે પૌરાણિક પ્રસંગને સાંકળીને કોંગ્રેસે આ પૂતળા દહનનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં ગઢડા શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓએ દેશમાં ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા જળવાઈ રહે અને લોકશાહી મૂલ્યોનું રક્ષણ થાય તે માટે જોરદાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દાદરાની મોલ્ડિંગ કંપનીમાં આગ:દશેરાની પૂજા-હવન દરમિયાન લાગી આગ, 4 ફાયર ફાઈટરે કાબૂ મેળવ્યો
    Next Article
    રામોલમાં રસ્તા વચ્ચે ઝાડ, ધડાકાભેર અથડાઈ કાર:કોર્પોરેશનની બેદરકારીથી નાળિયેરીના ઝાડના કારણે નવો રોડ બન્યો જોખમી, તાત્કાલિક ઝાડ હટાવવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment